મુંબઇઃ બૉલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પોતાની લેવિશ લાઇફસ્ટાઇલ માટે જાણીતી છે. સુહનાની બેસ્ટ લાઇફસ્ટાઇલની ઝલક તેના સોશ્યલ મીડિયા પૉસ્ટ દ્વારા હંમેશા જોવા મળે છે.
2/6
હાલના સમયમાં સુહાના ન્યૂયોર્કમાં છે, ત્યાં તે રહીને ન્યૂયોર્ક યુનિવર્સિટીની એક ફિલ્મ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસની સાથે સાથે સુહાના પોતાની જિંદગીના અપડેટ્સ સોશ્યલ મીડિયા પર શેર કરવાનુ નથી ભૂલતી.
3/6
સુહાના પોતાની ન્યૂયોર્ક લાઇફસ્ટાઇલની ગ્લેમરસ ઝલક સોશ્યલ મીડિા પર દેખાડતી રહે છે. આ તસવીરોમાં સુહાના એકદમ સુંદર એપાર્ટમેન્ટની ઝલક પણ જોવા મળી હતી.
4/6
સુહાના ન્યૂયોર્કમાં હંમેશા ફ્રેન્ડની સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતી દેખાઇ છે. ક્યારેય ફ્રેન્ડ્સની સાથે આ હાઉસ પાર્ટી તો ક્યારેક આઉટડોર મસ્તી, અભ્યાસની સાથે સાથે સુહાના ફ્રેન્ડ્સની સાથે સાથે લાઇફ એન્જૉય કરવાનો કોઇ મોકો નથી છોડતી.
5/6
ઉલ્લેખનીય છે કે, સુહાના બૉલીવુડ એક્ટ્રેસ બનવા માગે છે, અને તે આ માટે ન્યૂયોર્કની ફિલ્મ સ્કૂલમાં અભ્યાસ પણ કરી રહી છે. શાહરૂખ ખાન ઇચ્છે છે કે ફિલ્મોમાં આવ્યા પહેલા સુહાના પોતાનો અભ્યાસ પુરો કરે.
6/6
ગયા વર્ષે સુહાના પોતાના દોસ્તોની બનાવેલી એક શોર્ટ ફિલ્મમાં પણ દેખાઇ હતી, જેમાં તેની એક્ટિંગને ખુબ પસંદ કરવામા આવી હતી. થોડાક દિવસો એ ખબર આવી હતી કે સુહાના જોયા અખ્તરની એક અપકમિંગ ફિલ્મથી ડેબ્યૂ કરી શકે છે. જોકે આના પર હજુ સુધી ઓફિશિયલ કન્ફોર્મેશન નથી આવી.