શોધખોળ કરો
Harnaaz Sandhu Fitness Secret:: મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂના પરફેક્ટ ફિગરનું રાજ છે આ 5 એક્સરસાઇઝ

હરનાઝ સંઘૂ
1/5

Miss Universe Harnaaz Sandhu Fitness Secret: મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021 ની પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા જીતીને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. હરનાઝ માત્ર 21 વર્ષની છે અને તે ચંદીગઢની છે. ભારતમાં એવી લાખો છોકરીઓ છે, જે હરનાઝ જેવું ફિગર ઈચ્છે છે. આ માટે તે દરરોજ વર્કઆઉટ કરે છે.
2/5

હરનાઝ સંધુ તેના દિવસની શરૂઆત કસરતથી કરે છે. તેણી પહેલા સ્ટ્રેચિંગ કરે છે બાદ વર્કઆઉટ કરે છે. સ્ટ્રેચિંગ શરીરને બાકીના તીવ્ર વર્કઆઉટ માટે તૈયાર કરે છે. આ સાથે, તે શરીરમાં લચીલું લાવે છે અને વર્કઆઉટ દરમિયાન ઈજા થવાનું જોખમ પણ ઓછું થાય છે. સ્ટ્રેચિંગ દરમિયાન તે નેક સ્ટ્રેચ, શોલ્ડર રોલ અને લેગ રેઇઝ જેવી એક્સરસાઇઝ કરે છે.
3/5

હરનાઝ સંધુ બેટલ રોપ એક્સરસાઇઝ કરે છે. આ કસરત આખા શરીરની ચરબી બર્ન કરે છે. જેમાં દોરડાની મદદથી લચીલી વેવ્સ બનાવવામાં આવે છે. તે હાથોની સાથે-સાથે ખભાને મજબૂત બનાવે છે. આ એક્સરસાઇઝ આપ બેસીને પણ કરી શકો છો.
4/5

હરનાઝ ડેલી ચોજીમમાં ટ્રેડમિલ પર દોડે છે. દરરોજ ટ્રેડમિલ પર દોડવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જેનાથી શરીરની બ ચરબી બર્ન થાય છે. આ સાથે, તે આપના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ એક બેસ્ટ કાર્ડિયો કસરત છે, જે હૃદયને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
5/5

હરનાઝની વર્કઆઉટ રૂટિનમાં લંગ્સ એક્સરસાઇઝ પણ સામેલ છે. આ કસરત કરવા માટે, સામાન્ય સ્થિતિમાં ઊભા રહો અને તમારા જમણા પગને આગળ લંબાવો. આ પછી ડાબા પગને તેની જગ્યાએ રાખો અને જમણો પગ ઓછામાં ઓછો 2 ફૂટ આગળ રાખો. આ કસરત શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. આ કસરત પગ, હેમસ્ટ્રિંગ્સ અને ગ્લુટ્સને મજબૂત બનાવે છે
Published at : 28 Dec 2021 01:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
