લવિંગનો ઉપયોગ દરેક લોકોના ઘરમાં રસોડામાં થાય છે. લવિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયાકારક માનવામાં આવે છે. લવિંગની તાસીર ગરમ હોય છે આ ઉપરાંત તેનાથી શરદી ઉધરસ જેવી સમસ્યાઓમાં પણ મદદરુપ થાય છે. પરંતુ આ સિવાય કેટલીક બીમારી છે જે લવિંગ દૂર કરી શકાય છે.
2/6
આયુર્વેદ અનુસાર લવિંગનો ઉપયોગ કરવાથી દાંત અને સાયનસ સંબંધી સમસ્યા દૂર થાય છે. આ બંને તકલીફમાં લવિંગનો ઉપયોગ વિશેષ રીતે કરવામાં આવે છે. લવિંગમાં યૂજિનોલ તત્વ હોય છે જે સાયનસ અને દાંતની કેટલીક તકલીફોને દૂર કરે છે.
3/6
શિયાળમાં શરદી અને ઉધરસ જેવી બીમારીમાં પણ લવિંગ ફાયદા આપે છે. લવિંગમાં એંટીબેક્ટીરીયલ ગુણ હોય છે જે શરદી અને ઉધરસ સામે લડવામાં મદદ કરે છે. જેમને શરદી અને ઉધરસ રહેતી હોય તેમણે મોંમાં લવિંગ રાખવા જોઈએ.
4/6
લવિંગ શરીરમાં સુગર લેવલ પણ કંટ્રોલ કરે છે. લવિંગમાં વિટામિન ઉપરાંત અન્ય મિનરલ્સ પણ હોય છે તેનાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. ડાયાબિટીસ હોય તેમણે ગરમ પાણીમાં 5થી 6 લવિંગ નાખી આ પાણી પીવું જોઈએ.
5/6
લવિંગમાં યૂજેનિયા નામનું તત્વ હોય છે જે શરીરમાં આવેલા સોજાને દૂર કરે છે. આ ઉપરાંત ગળા અને પેઢાના દુખાવા અને સોજાને પણ દૂર કરે છે. લવિંગમાં એંટી ઈંફ્લેમેટ્રી ગુણ હોય છે જે ફંગસથી લડવામાં મદદ કરે છે.
6/6
લવિંગમાં ફાયબર પણ હોય છે જે પાચનક્રિયાને સરળ બનાવે છે. તેનાથી આંતરડા બરાબર સાફ થાય છે. નિયમિત રીતે લવિંગ ખાવાથી પેટનું અલ્સર દૂર થાય છે. લવિંગથી અસ્થમાને પણ કંટ્રોલ કરી શકાય છે. અસ્થમા હોય તેવા દર્દીઓએ હંમેશા પોતાની સાથે લવિંગ રાખવા જોઈએ. જ્યારે પણ શ્વાસ લેવામાં તકલીફ જણાય ત્યારે લવિંગ ખાવા જોઈએ.