શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સોફ્ટ ડ્રિન્કને સ્વીટ બનાવતી આ ચીજ બની શકે છે કેન્સરનું કારણ? જાણો શું કહે છે રિસર્ચ
કૃત્રિમ મીઠાશ માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનર અથવા એસ્પાર્ટમ વિશે મોટા સમાચાર આવ્યા છે. વોશિંગ્ટન પોસ્ટે અમેરિકામાં થયેલા લેટેસ્ટ રિસર્ચના આધારે કેન્સરની શક્યતા વ્યક્ત કરી છે.
![કૃત્રિમ મીઠાશ માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનર અથવા એસ્પાર્ટમ વિશે મોટા સમાચાર આવ્યા છે. વોશિંગ્ટન પોસ્ટે અમેરિકામાં થયેલા લેટેસ્ટ રિસર્ચના આધારે કેન્સરની શક્યતા વ્યક્ત કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/f99dc3098f56545b952533d0cf7746161687337875467248_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![કૃત્રિમ મીઠાશ માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનર અથવા એસ્પાર્ટમ વિશે મોટા સમાચાર આવ્યા છે. વોશિંગ્ટન પોસ્ટે અમેરિકામાં થયેલા લેટેસ્ટ રિસર્ચના આધારે કેન્સરની શક્યતા વ્યક્ત કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/30/f3ccdd27d2000e3f9255a7e3e2c488000f4c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૃત્રિમ મીઠાશ માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનર અથવા એસ્પાર્ટમ વિશે મોટા સમાચાર આવ્યા છે. વોશિંગ્ટન પોસ્ટે અમેરિકામાં થયેલા લેટેસ્ટ રિસર્ચના આધારે કેન્સરની શક્યતા વ્યક્ત કરી છે.
2/7
![આ રિપોર્ટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એક મહિના પહેલા કૃત્રિમ ખાંડના ઉપયોગ પર ચેતવણી આપી હતી. ન્યૂઝ એજન્સી રોઈટર્સે WHOની કેન્સર રિસર્ચ ટાંકીને કહ્યું કે WHO આગામી મહિને એટલે કે જુલાઈમાં એસ્પાર્ટમને લઈને કેન્સરની ચેતવણી જારી કરવા જઈ રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/30/156005c5baf40ff51a327f1c34f2975b7039f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ રિપોર્ટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એક મહિના પહેલા કૃત્રિમ ખાંડના ઉપયોગ પર ચેતવણી આપી હતી. ન્યૂઝ એજન્સી રોઈટર્સે WHOની કેન્સર રિસર્ચ ટાંકીને કહ્યું કે WHO આગામી મહિને એટલે કે જુલાઈમાં એસ્પાર્ટમને લઈને કેન્સરની ચેતવણી જારી કરવા જઈ રહ્યું છે.
3/7
![વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ એ 1981માં જ એસ્પાર્ટમના ઉપયોગને મંજૂરી આપી હતી. જો કે, ત્યારથી એફડીએ જુદા જુદા સમયે પાંચ વખત તેની સમીક્ષા કરી છે. ભારત સહિત 90 થી વધુ દેશોએ અત્યાર સુધીમાં તેના ઉપયોગને મંજૂરી આપી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/30/799bad5a3b514f096e69bbc4a7896cd99a7da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ એ 1981માં જ એસ્પાર્ટમના ઉપયોગને મંજૂરી આપી હતી. જો કે, ત્યારથી એફડીએ જુદા જુદા સમયે પાંચ વખત તેની સમીક્ષા કરી છે. ભારત સહિત 90 થી વધુ દેશોએ અત્યાર સુધીમાં તેના ઉપયોગને મંજૂરી આપી છે.
4/7
![વર્ષ 2009 ના અહેવાલ મુજબ, ભારતની ફૂડ સેફ્ટી એન્ડ રેગ્યુલેટરી બોડી એટલે કે FSSAI એ આ કૃત્રિમ ખાંડના ઉપયોગ અંગે માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર તેનું નામ સ્પષ્ટ રીતે લખવું જોઈએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/30/d0096ec6c83575373e3a21d129ff8fef16d55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 2009 ના અહેવાલ મુજબ, ભારતની ફૂડ સેફ્ટી એન્ડ રેગ્યુલેટરી બોડી એટલે કે FSSAI એ આ કૃત્રિમ ખાંડના ઉપયોગ અંગે માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર તેનું નામ સ્પષ્ટ રીતે લખવું જોઈએ
5/7
![વાસ્તવમાં, કૃત્રિમ ગળપણના વધતા ઉપયોગથી વિશ્વભરમાં ચિંતા વધી છે. ફ્રાન્સમાં ગયા વર્ષે એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે, કૃત્રિમ સ્વીટનરનું વધુ પડતું સેવન ખાસ કરીને એસ્પાર્ટમ લોકોમાં કેન્સરનું જોખમ વધારે છે. ફ્રાન્સમાં લગભગ એક લાખ લોકોના સ્વાસ્થ્ય અહેવાલોનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/30/032b2cc936860b03048302d991c3498f58396.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તવમાં, કૃત્રિમ ગળપણના વધતા ઉપયોગથી વિશ્વભરમાં ચિંતા વધી છે. ફ્રાન્સમાં ગયા વર્ષે એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે, કૃત્રિમ સ્વીટનરનું વધુ પડતું સેવન ખાસ કરીને એસ્પાર્ટમ લોકોમાં કેન્સરનું જોખમ વધારે છે. ફ્રાન્સમાં લગભગ એક લાખ લોકોના સ્વાસ્થ્ય અહેવાલોનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો.
6/7
![જો કે, રોયટર્સે અહેવાલ આપ્યો છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાની કેન્સર પર સંશોધન માટેની આંતરરાષ્ટ્રીય એજન્સી જુલાઈમાં એક બેઠક યોજવા જઈ રહી છે. જેમાં એસ્પાર્ટમના વધુ પડતા ઉપયોગથી કેન્સરના જોખમ અંગે પ્રથમ વખત રિપોર્ટ જારી કરવામાં આવી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/30/18e2999891374a475d0687ca9f989d833474b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, રોયટર્સે અહેવાલ આપ્યો છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાની કેન્સર પર સંશોધન માટેની આંતરરાષ્ટ્રીય એજન્સી જુલાઈમાં એક બેઠક યોજવા જઈ રહી છે. જેમાં એસ્પાર્ટમના વધુ પડતા ઉપયોગથી કેન્સરના જોખમ અંગે પ્રથમ વખત રિપોર્ટ જારી કરવામાં આવી શકે છે.
7/7
![જો કે, મે મહિનામાં WHOએ આર્ટિફિશિયલ સ્વીટનરને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. ડબ્લ્યુએચઓએ તેના અભ્યાસમાં શોધી કાઢ્યું હતું કે કૃત્રિમ સ્વીટનરના ઉપયોગથી બાળકો અથવા પુખ્ત વયના લોકોમાં શરીરની ચરબી ઓછી થતી નથી. આ સિવાય તેના વધુ પડતા ઉપયોગથી ટાઈપ-2 શુગરનું જોખમ પણ વધી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/30/fe5df232cafa4c4e0f1a0294418e5660da1fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, મે મહિનામાં WHOએ આર્ટિફિશિયલ સ્વીટનરને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. ડબ્લ્યુએચઓએ તેના અભ્યાસમાં શોધી કાઢ્યું હતું કે કૃત્રિમ સ્વીટનરના ઉપયોગથી બાળકો અથવા પુખ્ત વયના લોકોમાં શરીરની ચરબી ઓછી થતી નથી. આ સિવાય તેના વધુ પડતા ઉપયોગથી ટાઈપ-2 શુગરનું જોખમ પણ વધી જાય છે.
Published at : 30 Jun 2023 06:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)