શોધખોળ કરો
જો તમારા ડાબા હાથમાં દર્દ થાય તો થઇ જાવ સાવધાન, સામાન્ય લક્ષણો બની શકે છે જીવલેણ
Cardiac Arrest: હાર્ટ અટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ અચાનક વ્યક્તિનો જીવ લઈ શકે છે, પરંતુ આવતા પહેલા તે ચોક્કસ સંકેત આપે છે જેને આપણે ઘણી વખત અવગણીએ છીએ.

ફોટોઃ abp live
1/7

Cardiac Arrest: હાર્ટ અટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ અચાનક વ્યક્તિનો જીવ લઈ શકે છે, પરંતુ આવતા પહેલા તે ચોક્કસ સંકેત આપે છે જેને આપણે ઘણી વખત અવગણીએ છીએ.
2/7

તાજેતરના ભૂતકાળમાં કાર્ડિયાક અરેસ્ટના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે જેમાં હાર્ટ સ્ટ્રોક, હાર્ટ અટેક, બ્લોકેજ થવું અથવા અન્ય સમસ્યાઓ ખૂબ કોમન છે. પરંતુ લોકોને લાગે છે કે કાર્ડિયાક અરેસ્ટ અચાનકથી આવે છે જેના અંગે અગાઉથી જાણ થતી નથી પરંતુ જો તમે આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો અને આ સંકેતનો નજરઅંદાજ નહી કરો તો હાર્ટ અટેક અથવા કાર્ડિયાક અરેસ્ટના લક્ષણોને સરળતાથી ઓળખી શકો છો અને ઘણી હદ સુધી તેનાથી બચી પણ શકો છો.
3/7

જો તમને કોઈ કસરત કર્યા વિના અથવા દોડ્યા વિના અથવા ભારે વસ્તુઓ ઉપાડ્યા વિના પણ છાતીમાં દુખાવો થાય છે, તો તમારે સમજવું જોઈએ કે આ એક ગંભીર સ્થિતિ છે અને તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
4/7

હાર્ટ અટેકની શરૂઆતની નિશાની એ છે કે તમને તમારા ડાબા હાથમાં દુખાવો રહે છે. જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરો તો પણ ડાબા હાથમાં અચાનક અથવા વચ્ચે-વચ્ચે દુખાવો શરૂ થાય છે.ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
5/7

જ્યારે હૃદયના ધબકારા વધઘટ થાય છે, ત્યારે વ્યક્તિ બેહોશ થઈ શકે છે. જો આવી સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે અને તમે બેહોશ થઇ જાવ અથવા ચક્કર આવવા લાગે તો તે કાર્ડિયાક અરેસ્ટની નિશાની પણ હોઈ શકે છે.
6/7

જો તમને થોડું ચાલ્યા પછી પણ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે અથવા સૂતી વખતે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે તે હૃદય અથવા ફેફસાની સમસ્યા હોઈ શકે છે.
7/7

કોઈપણ મહેનત કર્યા વિના પણ જો તમે હંમેશા થાક અને નબળાઈ અનુભવો છો અને વારંવાર ચક્કર અનુભવો છો. જો તમે કોઈ કામ સારી રીતે કરી શકતા નથી અને થાકી ગયા છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આ કાર્ડિયાક અરેસ્ટની નિશાની હોઈ શકે છે.
Published at : 20 Jun 2024 12:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
દેશ
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
