શોધખોળ કરો
Marriage Tips: શિયાળામાં વેડિંગમાં ફેન્સી અને સ્ટાલિશ લૂકની સાથે ઠંડીથી બચવા અપનાવો આ ફેશન હૈક્સ
વિન્ટરની સિઝનની સાથે લગ્નસરાની સિઝન પણ શરૂ થઇ જાય છે. આ સ્થિતિમાં ઠંડીથી પણ બચાવે અને સ્ટાઇલિશ લૂક આપે તેવા આઉટફિટ પર નજર કરીએ

ફેશન ટિપ્સ
1/7

વિન્ટરની સિઝનની સાથે લગ્નસરાની સિઝન પણ શરૂ થઇ જાય છે. આ સ્થિતિમાં ઠંડીથી બચવા માટે મોંઘીદાટ સાડી સાલમાં મજબૂરીથી છુપાવવી પડે છે જેના કારણ વેડિંગ લૂક પણ ખરાબ થઇ જાય છે. આ સ્થિતિમાં એવા આઉટફિટ પ્રિફર કરો જે ઠંડીથી રક્ષણ આપવાની સાથે સ્ટાલિશ લૂક પણ આપે
2/7

જો આપ વેડિંગમાં જઇ રહ્યાં હો અને સાડી પહેરવાનું વિચારતા હો તો ફુલ સ્લિવ બ્લાઉઝ વિન્ટર વેડિંગ માટે સારો ઓપ્શન છે. ડિઝાનર ફુલ સ્લિવ્સ પસંદ કરો. જે ફેન્સી લૂક આપશે.
3/7

લહેંગા વિથ જેકેટ, જી હાં આ ઓપ્શન પણ વિન્ટર વેડિંગ પાર્ટી માટે ઉત્તમ છે. એમ્બ્રોઇડરીવાળુ ફુલ સ્લિવ જેકેટ ક્લાસિક લૂક આપવાની સાથે આપને ઠંડીથી બચાવે છે.
4/7

વિન્ટરના ફંકશન માટે આપ લોન્ગ સ્ક્રર્ટ પણ પસંદ કરી શકો છો.. જેના પણ ફુલ સ્લિવ જેકેટ કેરી કરો. ઠંડીથી બચાવવાની સાથે ક્લાસિક લૂક આપશે.
5/7

શિયાળામાં પગ ઠંડીના કારણે સુન્ન થઈ જાય છે. ઠંડીમાં ક્યારેય ખુલ્લી ડિઝાઇનના ફૂટવેર ન પહેરો. તેના બદલે, બંધ ડિઝાઇનની મોજડી અથવા બેલી, પંપને પંસદ કરો. આ ફૂટવેર ટ્રેડિશનલ આઉટફિટ સાથે મેચિંગ થશે.
6/7

જો આપ વેડિંગમાં જઇ રહ્યાં હો અને સાડી પહેરવાનું વિચારતા હો તો ફુલ સ્લિવ બ્લાઉઝ સાથે આપ લહેંગાની નીચે લેગિંસને કેરી કરી શકો છો, જેથી ઠંડીથી બચી શકાશે
7/7

જો આપ શિયાળામાં વેલવેટના આઉટફિટ પ્રીફર કરો છો તો તે તમને ઠંડીથી સંપૂર્ણપણે બચાવવાનું કામ કરે છે. લહેંગાથી લઈને અનારકલી સૂટ અને બ્લાઉઝ વેલ્વેટ દરેક રીતે સુંદર લાગશે. વેલ્વેટ શાલ અને જેકેટ પણ સારા લાગશે.
Published at : 20 Nov 2022 10:07 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
