શોધખોળ કરો
Ahmedabad: YMCA ક્લબ સામેના રોડને સ્વામિ રાજર્ષિ મુનિ માર્ગ નામ આપવામાં આવ્યું, આઈકે જાડેજા, અમિત ઠાકર રહ્યા ઉપસ્થિત
Ahmedabad: YMCA ક્લબ સામેના રોડને સ્વામિ રાજર્ષિ મુનિ માર્ગ નામ આપવામાં આવ્યું, આઈકે જાડેજા, અમિત ઠાકર રહ્યા ઉપસ્થિત

સ્વામિ રાજર્ષિ મુનિ માર્ગ
1/6

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં અર્થ એરાઈઝની સામેથી એસજી હાઈવે ટ્રાફિક પોલીસ બુથથી 200 ફુટ રીંગ રોડ(એસપી રીંગ રોડ) સુધીના માર્ગને સ્વામી રાજર્ષિ મુનિજી માર્ગ નામ આપવામાં આવ્યું છે.
2/6

લાઈફ મીશનના પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આઈકે જાડેજા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
3/6

વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ નામાભિધાન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
4/6

અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટ પટેલ પણ આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
5/6

સ્વામી રાજર્ષિ મુનિનો 11મી ફેબ્રુઆરી 1931ના રોજ તેમનો જન્મ દેવીસિંહજી સામતસિંહજી જાડેજાના ઘરે પોરબંદરમાં થયો હતો. બે વર્ષ રહ્યા પછી તેઓ 1933માં પોતાના વતન શાપર ગામમાં આવી ગયા હતા. અહીં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. 1938માં આગળ ભણવા તેઓ લીમડી ગામે ગયા હતા. રાજપૂત છાત્રાલયમાં રહીને તેઓ ભણ્યા હતા.
6/6

1946માં તેમણે મેટ્રિક્યુલેટ કર્યું હતું.મુંબઈની ડેક્કન કોલેજમાં તેમણે પોસ્ટગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. 1953માં તેઓ સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક થયા. એ પછી તેમણે પીએચડીની તૈયારી કરી હતી. જોકે 1954માં સૌરાષ્ટ્ર સરકારમાં જોડાયા. લીંબડીના જાખણ ખાતે આવેલ રાજ રાજેશ્વર ધામના જય ભગવાન પૂ. રાજર્ષિ મુનિજી સ્વામી 30 ઓગસ્ટ 2022માં બ્રહ્મલીન થયા હતા.
Published at : 29 Aug 2023 04:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
