શોધખોળ કરો
Dhirubhai Ambani : ધીરૂભાઈ અંબાણીને આ વ્યક્તિએ કરી મદદ અને કરી બતાવી કમાલ
અંબાણી પરિવારનું નામ આજે દેશના સૌથી ધનિક પરિવારોમાં સામેલ છે. ધીરુભાઈ અંબાણીની મહેનતે આજે આ પરિવારનું નામ દેશ અને દુનિયામાં પ્રખ્યાત કર્યું છે.
Dhirubhai Ambani
1/7

Dhirubhai Ambani Life: અંબાણી પરિવારનું નામ આજે દેશના સૌથી ધનિક પરિવારોમાં સામેલ છે. ધીરુભાઈ અંબાણીની મહેનતે આજે આ પરિવારનું નામ દેશ અને દુનિયામાં પ્રખ્યાત કર્યું છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેણે આ પરિવારનું નામ ન સાંભળ્યું હોય. ભારતના સૌથી ધનાઢ્ય પરિવારના વડા ધીરજલાલ હીરાલાલ અંબાણી ઉર્ફે ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર, 1932ના રોજ ગુજરાતના જૂનાગઢના એક નાનકડા ગામ ચોરવાડમાં થયો હતો. ધીરુભાઈના પિતા હીરાચંદ ગોરધનભાઈ અંબાણી શિક્ષક હતા. માતા જમનાબેન સામાન્ય ગૃહિણી હતા. ધીરુભાઈને ચાર ભાઈ-બહેન હતા. જેમના નામ રમણીકભાઈ, ધીરુભાઈ, નાથુભાઈ, ત્રિલોચનાબેન અને જસુમતીબેન હતા.
2/7

પરિવારની સમસ્યાઓ જોઈને ધીરુભાઈએ શાળા છોડીને પિતાને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે તેમના પિતા સાથે ફળો અને નાસ્તો વેચવાનું કામ કર્યું, પરંતુ જ્યારે આ કામથી કોઈ ફાયદો ન થયો ત્યારે ધીરુભાઈએ ગામ નજીક ગિરનારમાં પકોડા વેચવાનું શરૂ કર્યું. આ કામ થોડો સમય સારું ચાલ્યું પણ થોડા સમય પછી એમાં કોઈ ફાયદો થયો નહિ. તેમણે આ કામ પણ છોડી દીધું.
Published at : 24 Feb 2023 08:36 PM (IST)
આગળ જુઓ



















