શોધખોળ કરો
March Deadline: ટેક્સ, ફાસ્ટેગ, પાન-આધાર સંબંધિત આ જરૂરી બાબતોની અંતિમ તારીખ છે 31 માર્ચ
Financial Deadline: માર્ચ મહિનામાં ટેક્સ છૂટથી લઇને ફાસ્ટેગ, સ્મોલ સેવિંગ સ્કીમોમાં રોકાણથી લઇને અન્ય ઘણી નાણાકીય કાર્યોની છેલ્લી તારીખ માર્ચમાં સમાપ્ત થઈ રહી છે.

પ્રતિકાત્મક તસવીર
1/9

Financial Deadline: માર્ચ મહિનામાં ટેક્સ છૂટથી લઇને ફાસ્ટેગ, સ્મોલ સેવિંગ સ્કીમોમાં રોકાણથી લઇને અન્ય ઘણી નાણાકીય કાર્યોની છેલ્લી તારીખ માર્ચમાં સમાપ્ત થઈ રહી છે.
2/9

નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો મહિનો માર્ચ ચાલી રહ્યો છે અને તેના 8 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. ઘણા નાણાકીય વ્યવહારોની છેલ્લી તારીખ આ મહિનામાં પૂરી થઈ રહી છે. આ મહિને આધાર અપડેટ, ટેક્સ સેવિંગ માટે રોકાણ, PPF, SSY એકાઉન્ટ સંબંધિત ઘણા કામોની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે.
3/9

જો તમે લાંબા સમયથી આધાર અપડેટ નથી કર્યું તો 14 માર્ચ પહેલા આ કામ પૂર્ણ કરી લો. UIDAIએ મફત આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ નક્કી કરી છે. આ પછી તમારી પાસેથી ઓનલાઈન આધાર અપડેટ માટે ચાર્જ લેવામાં આવશે.
4/9

જો તમે હાઉસ રેન્ટ એલાઉન્સ અથવા લીવ ટ્રાવેલ કન્સેશન માટે ટેક્સ મુક્તિનો દાવો કરવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા સંબંધિત બિલ સબમિટ કરો.
5/9

નાણાકીય વર્ષ 2023-24 માટે એડવાન્સ ટેક્સનો ચોથો હપ્તો જમા કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ છે.
6/9

જો તમે નાણાકીય વર્ષ 2023-24માં તમારી નોકરી બદલો છો તો જૂની કંપની તરફથી મળેલ ફોર્મ 12B તમારા વર્તમાન એમ્પ્લોયરને સબમિટ કરવું જરૂરી છે. આ કામ 31મી માર્ચ પહેલા પૂર્ણ કરો.
7/9

નાણાકીય વર્ષ 2023-24માં ટેક્સમાં છૂટ મેળવવા માટે રોકાણનું કામ માર્ચમાં પૂર્ણ કરો. નહિંતર તમે આ નાણાકીય વર્ષ પછી ટેક્સ છૂટનો લાભ મેળવી શકશો નહીં.
8/9

જો તમે આખા વર્ષ દરમિયાન PPF, SSY જેવી સ્કીમમાં એક રૂપિયાનું પણ રોકાણ નથી કર્યું તો આ કામ 31 માર્ચ પહેલા કરી લો. નહી તો આવા એકાઉન્ટ્સ 1 એપ્રિલથી નિષ્ક્રિય કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં PPF સ્કીમમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને SSY સ્કીમમાં ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ કરો.
9/9

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગની સમયમર્યાદા 29 ફેબ્રુઆરીથી વધારીને 31 માર્ચ કરી છે. KYC અપડેટ ન કરવાના કિસ્સામાં NHAI ફાસ્ટેગને ડિએક્ટિવેટ કરશે. સામાન્ય રીતે લોકો હોમ લોન EMI, SIP, વીમા પ્રીમિયમ જમા કરવા માટે ઓટો ડેબિટ મોડનો આશરો લે છે. આવી સ્થિતિમાં જો તમારા ખાતામાંથી ઓટો ડેબિટ મોડ દ્વારા પૈસા કપાયા નથી તો આજે જ આ કામ પૂર્ણ કરો. આના કારણે તમારે પછીથી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
Published at : 08 Mar 2024 12:50 PM (IST)
આગળ જુઓ
Advertisement