શોધખોળ કરો
Vibrant Gujarat 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડચ કંપની ડી.એસ.એમ. ફરમેનિશ કંપનીનાં પ્રતિનિધિઓએ મુલાકાત કરી, જુઓ તસવીરો
VGGIS: ગાંધીનગરમાં આજથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ DSM Firmenichના પ્રતિનિધિઓને મળ્યા હતા.

વાયબ્રન્ટ ગુજરાત
1/5

ફરમેનિશ કંપનીનાં ભારતનાં પ્રેસીડેન્ટ રાહુલ જલાને મુખ્યમંત્રીને જણાવ્યું કે ભારતમાં કંપની હ્યુમન ન્યૂટ્રીશન, અનિમલ ન્યૂટ્રીશન, પ્રફ્યુમરી અને ટેક્સ્ચર પ્રોડક્ટસનાં ઉત્પાદનમાં કાર્યરત છે.
2/5

તેમણે કંપનીનાં દહેજ સ્થિત પ્લાંટનાં ઓપરેશન માટે રાજ્ય સરકારનાં સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
3/5

તેમણે ગુજરાતની પ્રોએક્ટીવ પોલિસીઝનાં વખાણ કરતાં કહ્યું રાજ્યમાં તેમની ક્ષમતાને વિસ્તારવા માટે ઉત્સુક છે. આ માટે તેમણે રાજ્ય સરકાર સાથે MoU કરવાની મનશા વ્યક્ત કરી હતી.
4/5

રાહુલ જાલાને કહ્યું તેમનો પહેલાથી જ દહેજમાં એક પ્લાન્ટ છે. ગુજરાત સરકારે સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માંગે છે અને રાજ્ય સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગે છે.
5/5

આ બેઠકમાં મુખ્યમંત્રીનાં મુખ્યઅગ્ર સચિવ કે. કૈલાશનાથ, મુખ્યસચિવ રાજકુમાર, અધિક મુખ્યસચિવ પંકજ જોશી, એસ.જે.હૈદર તેમજ વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
Published at : 09 Jan 2024 03:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
