શોધખોળ કરો
ગુજરાત પોલીસમાં બમ્પર પ્રમોશન: 261 ASI બન્યા PSI, પરિણામ જાહેર થતાં જ ઓર્ડર કરાયા, જુઓ સંપૂર્ણ યાદી
ખાતાકીય પરીક્ષામાં સફળતા મળ્યા બાદ રાજ્યના 261 એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

ગુજરાત પોલીસ વિભાગમાં મોટા પાયે બઢતીનો દોર જોવા મળ્યો છે. રાજ્યમાં PSI બિનહથિયારધારી વર્ગ-3ની ખાલી જગ્યાઓ ભરવા માટે લેવાયેલી ખાતાકીય બઢતી પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ તાત્કાલિક અસરથી 261 આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI)ને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકે બઢતી આપવામાં આવી છે અને તેમની નિમણૂંકના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે.
1/8

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા PSI ની ખાલી જગ્યાઓ ભરવા માટે ખાતાકીય બઢતી પરીક્ષાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
2/8

આ પરિણામના આધારે રાજ્યના કુલ 261 ASIને PSI તરીકે બઢતી આપવામાં આવી છે. જેમના નામની યાદી નીચે મુજબ છે.
3/8

છેલ્લા 15 મહિનામાં ગુજરાત પોલીસ વિભાગમાં પીએસઆઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ સુધીના કુલ 7031 કર્મચારીઓને બઢતીનો લાભ મળ્યો છે, જેના કારણે પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
4/8

પોલીસ વિભાગમાં આટલી મોટી સંખ્યામાં બઢતી મળવાથી કર્મચારીઓનું મનોબળ પણ વધ્યું છે.
5/8

વર્ષ 2024માં પણ ગુજરાત પોલીસ વિભાગમાં કુલ 6770 પોલીસ કર્મચારી અને અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી.
6/8

જેમાં 341 પીએસઆઈને પીઆઈ તરીકે, 397 એએસઆઈને પીએસઆઈ તરીકે, 2445 હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે અને 3356 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળી હતી. આ ઉપરાંત, 231 ક્લેરિકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો.
7/8

હવે, વર્ષ 2025માં આજે તારીખ 03 એપ્રિલ, 2025 ના રોજ વધુ 261 એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી મળતા પોલીસ વિભાગમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે.
8/8

આ નવી બઢતીથી પોલીસ કર્મચારીઓના મનોબળમાં નોંધપાત્ર વધારો થયો છે, જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સારી રીતે જાળવવામાં મદદરૂપ સાબિત થશે.
Published at : 03 Apr 2025 05:50 PM (IST)
આગળ જુઓ
Advertisement