શોધખોળ કરો
Unseasonal Rain: યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ, ઠંડીનો ચમકારો વધ્યો
રાજ્યમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીમાં ક્યારેક વધારો અને ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આજે યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો છે.

યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ વરસતા રોડ રસ્તાઓ ભીના થયા.
1/5

અચાનક જ વાતાવરણમાં ફેરફાર થતા દ્વારકાની બજારોમાં પાણી વરસ્યું હતું. જેના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો.
2/5

આ દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે. તાપમાન યથાવત રહેવાની સંભાવના છે.
3/5

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યુ છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે.
4/5

આઈએમડી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં અમુક વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. ભેજના કારણે તાપમાન વધશે અને વાતાવરણ વાદળછાયુ રહેશે.
5/5

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બેવડી ઋતુનો અનુભવ અને ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ઠંડીમાં વઘઘટ થયા કરશે અને તેમજ ફેબ્રુઆરીમા બે રાઉન્ડ ઠંડીના આવશે તેમ પણ જણાવ્યુ છે.
Published at : 31 Jan 2024 07:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
