શોધખોળ કરો
ગુજરાતમાં વધતા જતાં કોરોનાના સંક્રમણના પગલે રૂપાણી સરકારે ક્યાં મહત્વના 10 નિર્ણયો લીધા જાણો

ફાઇલ
1/11

ગુજરાતમાં વધતા જતાં કોરોનાના સંક્રમણના પગલે ગઇકાલે રૂપાણી સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યાં છે. રાજ્યમાં ઝડપથી વધતા જતાં સંક્રમણને રોકવા માટે મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહત્વના 10 નિર્ણયોની જાહેરાત કરી હતી. કોરોનાના પગલે રૂપાણી સરકારે ક્યાં મોટા નિર્ણય લીધા જાણીએ..
2/11

રાજ્યનાં 20 મોટા શહેરમાં રાત્રે 8થી સવારે 6 સુધી નાઇટ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો છે. 30 એપ્રિલ સુધી 20 શહેરમાં નાઇટ કર્ફ્યૂ રહેશે.
3/11

કોરોનાના સંક્રમણને રોકવા માટે લગ્ન અને અન્ય સમારોહમાં 100થી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
4/11

3. નાઇટ કર્ફ્યૂના સમય દરમિયાન 20 શહેરોમાં લગ્ન કે અન્ય સમારોહ યોજવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
5/11

રૂપાણી સરકારે કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા 30 એપ્રિલ સુધી રાજકીય,સામાજિક મેળાવડા પર પ્રતિબંધ લગાવ્યો છે.
6/11

કોરોના વાયરસના સંક્રમણની ચેઇન તોડવા માટે 30 એપ્રિલ સુધી તમામ સરકારી કચેરીમાં શનિ- રવિ રજા જાહેર કરવાં આવી છે.
7/11

રૂપાણી સરકારે ગેધરિંગ પાર્ટીમાં કે કોઇ પણ સમારોહમાં 50થી વધુ લોકો એકઠા થવા પર પણ 30એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવ્યો છે.
8/11

રાજ્યની તમામ APMCમાં રાબેતા મુજબ જ કામ ચાલું રહેશે પંરતુ કોવિડ-19ની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.
9/11

સરકારી કચેરીઓમાં શનિ રવિની રજા સિવાય પણ અગત્યના કામ સિવાય કોઇને પ્રવેશ નહીં મળે. કચેરીમાં બિન જરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે.
10/11

મોરવા હડફ અને ગાંધીનગરમાં ચૂંટણી હોવાથી પંચની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવાના સરકાર તરફથી નિર્દશ આપવામાં આવ્યા છે.
11/11

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે રૂપાણી સરકારે આગામી 30 એપ્રિલ સુધી આ તમામ પ્રતિબંધ અમલમાં મૂક્યા છે.
Published at : 07 Apr 2021 12:06 PM (IST)
આગળ જુઓ
Advertisement