શોધખોળ કરો
મેઘરજમાં એક કલાકમાં 3.5 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર, દુકાનોમાં પાણી આવી જતા વેપારીઓને નુકસાન
Meghraj Rain: અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરમાં આજે સવારે અચાનક તૂટી પડેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.

Rain Update: માત્ર એક કલાકમાં 3.5 ઇંચ (લગભગ 89 મિમી) જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
1/5

Rain Alert: મેઈન બજાર વિસ્તારોમાં રસ્તાઓ પર નદી જેવા દૃશ્યો જોવા મળ્યા છે. પાણીનો પ્રવાહ એટલો તીવ્ર છે કે લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે.
2/5

ઉંડવા રોડ પરની દુકાનોમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. વેપારીઓ પોતાનો માલ સામાન બચાવવા માટે હાંફળા ફાંફળા થઈ ગયા છે.
3/5

આંબાવાડી રોડ પર સરોવર જેવા દૃશ્યો સર્જાયા છે. આ વિસ્તારમાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
4/5

મદની સોસાયટી જેવા રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. રહીશો ઘરોમાં ફસાઈ ગયા છે અને બહાર નીકળી શકતા નથી.
5/5

સ્થાનિક રહીશો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
Published at : 23 Aug 2024 07:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
