શોધખોળ કરો
8 દિવસ પછી પણ પોરબંદરમાં પાણી નથી ઓસર્યા, 1500 ઘર પ્રભાવિત, લોકોમાં ભારે આક્રોશ
Porbandar Rain: પોરબંદર શહેરમાં ભારે વરસાદ બાદ આઠ દિવસ વીતી ગયા છતાં પણ પરિસ્થિતિ સામાન્ય થવાનું નામ નથી લેતી.

Porbandar Water Logging: શહેરના ત્રણ મુખ્ય વિસ્તારો છાયા ચોકી, છાયા પાટા અને છાયા રણમાં આજે પણ લગભગ 1500 ઘરોમાં 2.5 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે.
1/8

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, અનેક લોકોએ પોતાના ઘરોને તાળાં મારીને સગાં સંબંધીઓને ત્યાં આશરો લીધો છે.
2/8

પાણીના કારણે મોંઘું ફર્નિચર અને અન્ય ઘરવખરી બગડી ગઈ છે, જેનાથી સ્થાનિકોને મોટું આર્થિક નુકસાન થયું છે.
3/8

રહેવાસીઓએ આરોપ મૂક્યો છે કે છેલ્લા આઠ દિવસથી કોઈ સરકારી અધિકારી કે પદાધિકારી આ વિસ્તારોની મુલાકાત લેવા આવ્યા નથી.
4/8

આ વિસ્તારોમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને હાલના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના મતવિસ્તારો પણ સામેલ છે.
5/8

પોરબંદર છાયા નગરપાલિકા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી હોવાનું જણાય છે.
6/8

સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક રાહત અને પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.
7/8

છાયા નગરપાલિકા પાણીના નિકાલની વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે.
8/8

ભારે વરસાદ પડવા છતાં, પાણીના નિકાલની કોઈ પૂરતી વ્યવસ્થા ન હોવાથી લોકોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Published at : 25 Jul 2024 03:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
