કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. એક્સપર્ટ માને છે કે, કોરોના વાયરસના શરૂઆત લક્ષણો જાણીને દર્દીની જિંદગી બચાવી શકાય છે. શરૂઆતમાં કોવિડ-19માં તાવની ફરિયાદ રહે છે. જો કે કેટલાક કેસમાં તાવ ન હોય તેવા કેસ પણ પોઝિટિવ જોવા મળી રહ્યાં છે
2/8
કોરોનાના નવા સ્ટ્રેનમાં શરૂઆતમાં આંખમાં લાલશ. આંખમાં પાણી આવવું અને સોજો આવી જવા જેવી સમસ્યા જોવા મળે છે.
3/8
સતત ઉધરસ આવવી કોરોના સંક્રમણનું જ એક મુખ્ય લક્ષણ છે. જો કે ઘણી વખત સામાન્ય ફ્લૂ અને શરદીમાં પણ ઉધરસ આવે છે, આ સમયે ડોક્ટરની સલાહ લઇને ઇલાજ કરવો હિતાવહ છે
4/8
શ્વાસ લેવાં તકલીફ પણ કોરોનાનું મુખ્ય લક્ષણ છે. ન્યુ સ્ટ્રેનમાં દર્દીમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે.
5/8
છાતીમાં દુખાવો થવો, છાતીમાં બળતરા થવી વગેરે લક્ષણો પણ કોરોના વાયરસ સંક્રમણનો સંકેત આપે છે. જો આ લક્ષણ દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
6/8
કોવિડ-19 અને કોલ્ડ ફ્લૂ બંનેમાં ગળામાં ખરાશ જોવા મળે છે પરંતુ જો ગળમાં ખરાશ સાથે તાવ આવે, સાંધામાં દુધાવો થાય તો આ કોવિડ-29ના લક્ષણો હોઇ શકે છે.
7/8
પેટમાં ગરબડ થવી. ડાયરિયા થવા અથવા પેટમાં દુખાવો પણ કોરોના વાયરસના સંક્રમણના સંકેત છે.
8/8
કોવિડ-19 અને સામાન્ય શરદી તાવના લક્ષણો લગભગ સમાન છે. જો આમાંનો થોડા લક્ષણો પણ હોય અને સાથે થકાવટ અને નબળાઇ લાગતી હોય તો તે કોવિડ-19ના સંક્રમણનો સંકેત આપે છે.