શોધખોળ કરો
LIC Alert: એલઆઇસીના કરોડો પૉલીસી હૉલ્ડર ધ્યાન આપે, આ મેસેજથી રહો સાવધાન, નહીં તો થઇ શકે છે છેતરપિંડી
એલઆઇસી સમય સમય પર કેટલાય પ્રકારની જાણકારી પોતાના ગ્રાહકોને આપતી રહે છે.

ફાઇલ તસવીર
1/7

LIC Alert: ભારતીય જીવન વીમા નિગમ દેશની સૌથી મોટી વીમા કંપની છે, આના દેશભરમાં કરોડો ગ્રાહકો છે, એલઆઇસી સમય સમય પર કેટલાય પ્રકારની જાણકારી પોતાના ગ્રાહકોને આપતી રહે છે.
2/7

Life Insurance Corporation Alert: એલઆઇસી સમયાંતરે પોતાના ગ્રાહકો માટે અનેક પ્રકારની સ્કીમ લઇને આવે છે, આની જાણકારી એલઆઇસી સોશ્યલ મીડિયા દ્વારા તમામ લોકોને આપતી રહે છે.
3/7

પરંતુ, ઘણીવાર જોવામાં આવ્યુ છે કે, લોકો એલઆઇસીના નામ પર વાયરલ થઇ રહેલા નકલી સમાચારોનાં ઝાંસામાં આવીને ફ્રૉડનો શિકાર બની જાય છે. આજકાલો સોશ્યલ મીડિયા પર એલઆઇસીના KYCને લઇને એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે.
4/7

આ વાયરલ મેસેજ અનુસાર, જો કોઇ એલઆઇસી કસ્ટમર પોતાનુ કેવાઇસી અપડેટ નથી કરાવતુ, તો આવામાં તેને દંડ ભરવો પડી શકે છે.
5/7

આની સાથે જ ખબરમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જો તમે પોતાની પર્સનલ ડિટેલ્સને શેર કરી દેશો તો, તમારી કેવાસીને અપડેટ કરી દેવામાં આવશે.
6/7

આ વાયરલ મેસેજ પર એલઆઇસીએ લોકોને એલર્ટ જાહેર કરીને કહ્યું કે, એલઆઇસી પોતાના ગ્રાહકોને કેવાયસી અપડેટ કરવાની સલાહ આપતી રહે છે, પરંતુ જો કોઇ વ્યક્તિ આવુ કરવામા અસફળ રહે છે તો તેને દંડ નહીં ભરવો પડે.
7/7

આની સાથે જ એલઆઇસીએ પણ બતાવ્યુ કે, તમે તમારી પર્સનલ ડિટેલ્ કોઇની પણ સાથે અજાણ્યા વ્યક્તિને વિના સમજ્યા વિચારે શેર ના કરો, આનાથી તમે સાયબર ફ્રૉડનો શિકાર બની શકો છો.
Published at : 22 Dec 2022 11:49 AM (IST)
આગળ જુઓ
Advertisement