મિસ યુનિવર્સ 2021નું ટાઇટલ જીતનારી પંજાબની હરનાઝ સંધૂ ભારત પહોંચી ગઇ છે. મિસ યુનિવર્સ 2021ની વિજેતા હરનાઝ મુંબઇ એરપોર્ટ પહોંચી હતી.
2/7
દરમિયાન તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે પહોંચ્યા હતા.
3/7
સંધૂનું કહેવું છે કે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી શકે તેવું વાતાવરણ બનાવવા માંગે છે.
4/7
સંધૂ બોલિવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ કામ કરવા ઇચ્છે છે
5/7
પંજાબીમાં સંધૂની બે ફિલ્મો વર્ષ 2021માં જ રીલિઝ થઇ છે. મિસ યુનિવર્સ બનનારી સંધૂ ત્રીજી ભારતીય બની ગઇ છે. અગાઉ લારા દત્તા અને સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બની ચૂક્યા છે. સંધૂ માટે તેની માતા રવિંદર કૌર સંધૂ એક પ્રેરણા છે.
6/7
મુંબઇ એરપોર્ટ પર સંધૂના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હરનાઝ સંધૂએ કહ્યું કે આખા દેશ માટે આ મોટો ઉત્સવ છે કારણ કે કોઇ ભારતીયને 21 વર્ષ પછી તાજ પહેરવાની તક મળી છે.
7/7
સંધૂએ કહ્યું કે જેમણે મારા પર વિશ્વાસ દાખવ્યો તેનું હું સન્માન કરું છું. હું માસિક ધર્મ સ્વસ્છતાની સાથે મહિલા સશક્તિકરણની વકીલાત કરું છું. મારી મા એક સ્ત્રી રોગ નિષ્ણાત છે. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય અંગે વાત કરવી જોઇએ.