શોધખોળ કરો
Plane Crash: મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્રાઈવેટ જેટે કાબૂ ગુમાવ્યો, બે ટુકડા થઈ ગયા, અકસ્માતની તસવીરો
Mumbai Plane Crash: ભારે વરસાદ દરમિયાન ગુરુવારે (14 સપ્ટેમ્બર) મુંબઈ એરપોર્ટ પર એક ખાનગી જેટ લેન્ડિંગ કરી રહ્યું હતું. આ દરમિયાન પ્લેન રનવે પરથી સરકીને અકસ્માતનો શિકાર બન્યું હતું.

મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્રાઈવેટ જેટે કાબૂ ગુમાવ્યો
1/8

ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા.
2/8

તસવીરોમાં જોવા મળે છે કે દુર્ઘટના દરમિયાન વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાસ્થળે તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
3/8

સમાચાર એજન્સી ANIએ જણાવ્યું છે કે અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. BMCએ આ વાતની પુષ્ટિ કરી છે.
4/8

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું છે કે VSR વેન્ચર્સ લિઅરજેટ 45 એરક્રાફ્ટ VT-DBL વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું.
5/8

પ્લેન મુંબઈ એરપોર્ટના રનવે 27 પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત થયો અને તે રનવે પરથી સરકી ગયું.
6/8

ઘટના સમયે, ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે એરપોર્ટ પર વિઝિબિલિટી માત્ર 700 મીટર હતી.
7/8

DGCAએ કહ્યું છે કે વિમાન દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. દુર્ઘટના બાદ રનવે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જે બાદમાં ફરી ખોલવામાં આવ્યો હતો.
8/8

હાલ મુંબઈ એરપોર્ટ પર તમામ ગતિવિધિ સામાન્ય છે. જ્યાં વિમાન લપસી ગયું તે રનવે પર કામગીરી સામાન્ય છે.
Published at : 15 Sep 2023 06:39 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
