શોધખોળ કરો
Gujarat Election 2022: પત્ની રિવાબા માટે જાડેજાએ કર્યો પ્રચાર, ફેંસને આપ્યા ઓટોગ્રાફ, જુઓ તસવીરો
Gujarat Election 2022: જામનગર ઉત્તર બેઠક પર ભાજપ જોરદાર પ્રચાર કરી રહ્યું છે. આ બેઠક પરથી ભાજપે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીને ટિકિટ આપી છે.

પત્ની માટે પ્રચાર કરતો રવિન્દ્ર જાડેજા
1/10

પત્ની રિવાબાને જીતાડવા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા મેદાનમાં આવ્યા હતા. તેમણે જામનગર ઉત્તર બેઠક પર કર્યો રોડ શો કર્યો હતો.
2/10

ક્રિકેટની અનેક મેચ જીતેલા રવિન્દ્રસિંહ જાડેજા રાજનીતિના મેદાનમાં ઉતર્યા હતા. પોતે સેલિબ્રિટી હોવાનો ખરો લાભ પત્નીને અપાવવા જાડેજાના પ્રયાસ રહ્યો.
3/10

જામનગર ઉત્તર બેઠક પર આ વખતે બે નવા ચેહરા ચૂંટણી લડી રહ્યા છે, ભાજપે ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજાને મેદાને ઉતર્યા છે તો કોંગ્રેસે પોતાના જૂના આગેવાન બીપેન્દ્રસિંહ જાડેજાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.
4/10

જામનગર ઉત્તર બેઠકનો જંગ જાડેજા વર્સીસ જાડેજાનો જંગ તો છે જ પરંતુ અહી સેલિબ્રિટી વર્સીસ સામાન્યનો જંગ છે
5/10

ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર રવિન્દ્રસિંહ જાડેજા સાથે લગ્ન થતાંની સાથે જ રિવાબા સેલિબ્રિટી બની ગયા હતા.
6/10

2019માં લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી પણ ત્યારે ભાજપે તક ન આપી અને હવે ધારાસભ્ય બનવા માટે મહેનત કરી રહ્યા છે
7/10

લાઇફ અન પ્રિડીકટેબલ હોય છે તેવું કહેતા રિવાબા જાડેજાએ કહ્યું કે, મારા લગ્ન રવિન્દ્રસિંહ સાથે થશે તેવું મે વિચાર્યું ન હતું... સમાજ સેવા કરવાની ઈચ્છા હતી પણ આ રીતે તક મળશે તેવું ધાર્યું ન હતું....
8/10

રવિન્દ્ર જાડેજાએ પત્નીના સમર્થનમાં કરેલી રેલી-રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
9/10

રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતો રવિન્દ્ર જાડેજા.
10/10

જાડેજાએ રોડ શો દરમિયાન તેના ફેંસને બેટ પર ઓટો ગ્રાફ પણ આપ્યા હતા.
Published at : 23 Nov 2022 11:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
