શોધખોળ કરો
અફઘાનિસ્તાનમાં અફડાતફડી, રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડતાની સાથે જ લોકોમાં મચી ગઇ ભાગદોડ, જુઓ તસવીરો.....

Taliban
1/7

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ અશરફ ગનીની રવિવારે દેશ છોડીને ભાગવાની ખબર અને તાલિબાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજાની વચ્ચે લોકોમાં ભાગદોડ મચી ગઇ છે. દેશમાં હાલ અફડાતફડીનો માહોલ ઉભો થઇ ગયો છે. એરપોર્ટથી લઇને બાકીની જગ્યાએ પર લોકો આમ તેમ ભાગતા દેખાઇ રહ્યાં છે.
2/7

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યો, આ સાથે જ દેશવાસીઓ અને વિદેશી નાગરિકો પણ ભાગવા લાગ્યા છે. આ વીસ વર્ષ બાદ ફરી એકવાર નવા અધ્યાયની શરૂઆત થઇ છે.
3/7

બે અધિકારીઓએ પોતાનુ નામ ગુપ્ત રાખવાની શરત પર જણાવ્યુ કે, ગની હવાઇ માર્ગથી દેશ છોડીને નાસી ગયા છે. જોકે, બાદમાં ખુદ અફઘાન રાષ્ટ્રીય સુલહ પરિષદના પ્રમુખ અબ્દુલ્લાએ એક ઓનલાઇન વીડિયોમાં આની પુષ્ટિ પણ કરી હતી.
4/7

અબ્દુલ્લાએ કહ્યું- ગનની કઠિન સમયમાં દેશને છોડીને ભાગી ગયા છે. ઇશ્વર તેમને સજા આપશે. નાગરિકો પણ આ ભયના ઓથાર વચ્ચે દેશ છોડવા માટે મથી રહ્યાં છે. હવે તાલિબાન દેશમાં પોતાના કૂર શાસને ફરીથી લાગુ કરી શકે છે.
5/7

અમેરિકન દુતાવાસના કર્મીઓને કાઢવા માટે હેલિકૉપ્ટરો આકાશમાં ઉડતા પણ દેખાયા, વળી પરિસરમાં ધૂમાડો પણ ઉડી રહ્યો હતો, કેમકે કર્મચારીઓ મહત્વપૂર્ણ દસ્તાવેજોને સળગાવીને નષ્ટ કરી રહ્યાં હતા.
6/7

અફઘાનિસ્તાનમાં લગભગ બે દાયકામાં સુરક્ષા દળોને તૈયાર કરવામાં અમેરિકા અને નાટો દ્વારા અબજો ડૉલરનો ખર્ચ કરવામા આવ્યો, છતાં તાલિબાન આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયામાં લગભગ આખા અફઘાનિસ્તાન પર કબજો જમાવી ગયા છે.
7/7

આ ઉપરાંત તાલિબાન ઝડપથી સરાકરી દળોને પરાજિત કરીને આગળ વધી રહ્યાં છે. ભલે તેમને અમેરિકન સેના દ્વારા હવાઇ સમર્થન પ્રાપ્ત હતુ છતાં તાલિબાન આગળ વધી રહ્યાં હતા.
Published at : 16 Aug 2021 10:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
