શોધખોળ કરો
IND vs AUS ODIs Stats: ઓસ્ટ્રેલિયા સામે વન ડે સીરિઝમાં આ ભારતીય બોલર્સે મચાવ્યો છે કહેર, ટોપ પર છે કપિલ દેવ
IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. આ પહેલા જાણી લો ભારત તરફથી કાંગારુ ટીમ સામે કયા બોલરે સૌથી વધુ વિકેટ લીધી છે.

ફાઈલ તસવીર
1/6

કપિલ દેવ એવા ભારતીય બોલર છે જેમણે ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ અનુભવી ઓલરાઉન્ડરે કાંગારૂ ટીમ સામે 41 મેચમાં 27.68ની બોલિંગ એવરેજથી 45 વિકેટ ઝડપી છે.
2/6

અજીત અગરકર ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં બીજા સૌથી સફળ ભારતીય બોલર રહ્યો છે. અગરકરે 21 મેચમાં 28.41ની એવરેજથી 36 વિકેટ લીધી છે
3/6

આ યાદીમાં ત્રીજા નંબર પર ફાસ્ટ બોલર પણ છે. ભૂતપૂર્વ ભારતીય બોલર જવાગલ શ્રીનાથે ઓસ્ટ્રેલિયા સામે 29 મેચમાં 36.78ની બોલિંગ એવરેજથી 33 વિકેટ લીધી છે.
4/6

હરભજન સિંહ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડેમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ચોથા ક્રમે છે. આ પૂર્વ સ્પિનરે 35 મેચમાં 32 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 46.43 રહી છે.
5/6

ભારતીય દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેએ ઓસ્ટ્રેલિયા સામે 29 વનડેમાં 31 વિકેટ ઝડપી છે. આ યાદીમાં તે પાંચમા સ્થાને છે. કુંબલેએ આ સમયગાળા દરમિયાન 40.29ની એવરેજથી બોલિંગ કરી હતી.
6/6

પૂર્વ ભારતીય ઝડપી બોલર ઈરફાન પઠાણ પણ અહીં પાંચમા સ્થાને છે. પઠાણે ઓસ્ટ્રેલિયા સામે 24 વનડેમાં 35.96ની એવરેજથી 31 વિકેટ લીધી છે.
Published at : 16 Mar 2023 04:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
દેશ
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
