શોધખોળ કરો
Photos: આઇપીએલમાં વિરાટ કોહલીનો છે દબદબો, આ બેટ્સમેને એક IPL સિઝનમાં બનાવ્યા સૌથી વધુ રન
એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

IPL Facts: IPLની પ્રથમ એડિશન 2008માં રમાઈ હતી, પરંતુ શું તમે જાણો છો કે અત્યાર સુધીની 17 સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટ્સમેનોની યાદીમાં કોણ છે?
2/7

એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે. વિરાટ કોહલીએ IPL 2008માં 973 રન બનાવ્યા હતા. અત્યાર સુધી અન્ય કોઈ બેટ્સમેન વિરાટ કોહલીના રેકોર્ડની નજીક પહોંચી શક્યો નથી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
3/7

વળી, આ લિસ્ટમાં વિરાટ કોહલી પછી શુભમન ગિલ બીજા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે IPL 2023માં 890 રન બનાવ્યા હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
4/7

વિરાટ કોહલી અને શુભમન ગિલ પછી રાજસ્થાન રોયલ્સના જૉસ બટલર ત્રીજા સ્થાને છે. જોસ બટલરે IPL 2023માં 863 રન બનાવ્યા હતા. આ રીતે જોસ બટલર એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
5/7

કેન વિલિયમસને IPL 2018માં 735 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં એક સિઝનમાં બેટ્સમેન દ્વારા કરવામાં આવેલા આ ચોથો સૌથી વધુ રન છે. તે વર્ષે કેન વિલિયમસન સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
6/7

યૂનિવર્સ બૉસ તરીકે જાણીતા ક્રિસ ગેલે IPL 2012માં 735 રન બનાવ્યા હતા. તે સિઝનમાં ક્રિસ ગેલ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
7/7

વળી, આ સિઝનમાં અત્યાર સુધી વિરાટ કોહલીએ 14 મેચમાં 708 રન બનાવ્યા છે. જો રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઇનલમાં પહોંચશે તો વિરાટ કોહલી પાસે પોતાનો જૂનો રેકોર્ડ તોડવાની તક રહેશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 22 May 2024 12:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
