શોધખોળ કરો
Photos: IPLમાં આ વખતે કરોડોમાં વેચાયેલા આ પાંચ ખેલાડીઓ પડ્યા માથે, ટીમ માટે ના કરી શક્યા કંઇ ખાસ......
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની એટલે કે આઇપીએલની 16મી સિઝનની તમામ લીગ મેચો પુરી થઇ ચૂકી છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

IPL 2023 Facts: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની એટલે કે આઇપીએલની 16મી સિઝનની તમામ લીગ મેચો પુરી થઇ ચૂકી છે, હવે આ લીગમાં આજથી પ્લેઓફ્સ મેચો શરૂ થઇ રહી છે, આ પ્લેઓફમાં ચાર શાનદાર ટીમો પહોંચી છે, પરંતુ આ બધાની વચ્ચે અમે અહીં એવી સ્ટૉરી લખી રહ્યાં છીએ, જેમાં તમને જાણવા મળશે કે આઇપીએલ 2023માં એવા પાંચ ખેલાડીઓ રહ્યાં, જેને પોતાની ટીમે કરોડો રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કર્યા હતા, છતાં ટીમ માટે કંઇ ખાસ કમાલ નથી કરી શક્યા. આ ખેલાડીઓ ટીમોના વિશ્વાસ પર ખરા ઉતરી શક્યા નથી. જાણો આ લિસ્ટમાં કયા કયા નામ છે સામેલ....
2/6

હેરી બ્રૂક - સનરાઇઝર્સ હૈદરાબાદે લગભગ 13 કરોડ રૂપિયા ખર્ચીને હેરી બ્રૂકને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ આ બેટ્સમેને પોતાના પ્રદર્શનથી નિરાશ કર્યા. હેરી બ્રૂક IPL 2023ની સિઝનની 11 મેચમાં માત્ર 190 રન જ બનાવી શક્યો છે. (Credit - PTI)
3/6

સેમ કરન - સેમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આ ઓલરાઉન્ડરનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી રહ્યું, બૉલિંગ ઉપરાંત ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે બેટિંગમાં પણ નિરાશ કર્યા છે. (Credit - PTI)
4/6

જોફ્રા આર્ચર - મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડના ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ઈજાને કારણે તે આખી ટૂર્નામેન્ટ રમી શક્યો નથી. આ પહેલા જોફ્રા આર્ચર ઈજાના કારણે IPL 2022માં રમી શક્યો ન હતો. (Credit - PTI)
5/6

મુકેશ કુમાર - ફાસ્ટ બૉલર મુકેશ કુમારને દિલ્હી કેપિટલ્સે 5.50 કરોડમાં ખરીદ્યો હતો. દિલ્હી કેપિટલ્સને મુકેશ કુમાર પાસેથી ઇકોનૉમી બૉલિંગની અપેક્ષા હતી, પરંતુ આ બૉલરે ટીમ મેનેજમેન્ટ અને ફેન્સને ખુબ જ નિરાશ કર્યા છે. (Credit - PTI)
6/6

બેન સ્ટૉક્સ - IPL 2023ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટૉક્સ પર 16.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ખરેખરમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટ અને ફેન્સને આ ઓલરાઉન્ડર પાસેથી શાનદાર પ્રદર્શનની આશા હતી, પરંતુ ઈજાના કારણે તે લીગની મોટાભાગની મેચોમાં રમી શક્યો ન નથી. જોકે એવું માનવામાં આવે છે કે બેન સ્ટૉક્સ પ્લેઓફ મેચ રમશે. (Credit - PTI)
Published at : 23 May 2023 02:27 PM (IST)
આગળ જુઓ
Advertisement