શોધખોળ કરો
રમતના મેદાનમાંથી મળેલા કૉન્ડમની મદદથી ઓસ્ટ્રેલિયન એથ્લેટે જીત્યુ ઓલિમ્પિક મેડલ, જાણો કૉન્ડમનો તેને શું કર્યો ઉપયોગ....

Jessica_Fox
1/5

Olympics 2020: ઓસ્ટ્રેલિયન કૈનોઇસ્ટ જેસિકા ફૉક્સે અઠવાડિયાની શરૂઆતમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રૉન્ઝ મેડલ જીત્યા પહેલા પોતાની નાવને રિપેર કરવા માટે એક અનોખો પ્રયોગ કર્યો, ફૉક્સ K-1 ઇવેન્ટમાં ત્રીજા નંબર આવી હતી. જોકે, તેને એક બીજી ઇવેન્ટમાં એક ગૉલ્ડ મેડલ પણ પોતાના નામે કરી લીધો છે. ફ્રાન્સમાં જન્મી કેનો સ્લેમમ મહિલા એથ્લેટ જેસિકા ફૉક્સ ઓસ્ટ્રેલિયા માટે રમે છે.
2/5

તાજેતરમાં જ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પૉસ્ટમાં જેસિકા ફૉક્સે ખુલાસો કર્યો કે, તેને પોતાની તુટી ગયેલી નાવને રિપેર કરવા માટે એક કૉન્ડમનો ઉપયોગ કર્યો હતો, ઓલિમ્પિક રમતોના મેદાનમાંથી તેને એક કૉન્ડમ મળ્યો અને તેનો ઉપયોગ તેને નાવ રિપેર કરવામાં કર્યો હતો. તેની આ ટ્રિક કામ પણ આવી અને આ ટ્રિકના દમ પર તે ટોક્યોમાં ઓલિમ્પિકમાં મેડલ જીતી શકી હતી.
3/5

બ્રૉન્ઝ મેડલ મળ્યા બાદ 27 વર્ષીય આ ખેલાડીએ સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ લખી- શરત છે કે તમે કે તમે ક્યારેય નહીં જાણતા હોવ, કે નાવના રિપેરિંગ માટે કૉન્ડમનો ઉપયોગ કરી શકાય છે. શેર કરાયેલા વીડિયોમાં જેસિકા ફૉક્સના ક્રૂનો એક સભ્ય તેની નાવને રિપેર કરવા મથી રહ્યો છે, આ બધાની વચ્ચે તે આને ઠીક કરવા માટે કૉન્ડમનો પણ ઉપયોગ કરતો દેખાઇ રહ્યો છે.
4/5

જેસિકા ફૉક્સે જણાવ્યુ કે, પાછુ આવવુ ભાવનાત્મક રીતે એકદમ કઠીન હતુ, મને લાગે છે કે મેં પોતાની આ રેસને પોતાના દિમાગમાં લાખો વાર જોઇ હશે. કદાચ આજની જેમ ક્યારેય નર્વસ ન હતી થઇ. મારી નજર થોડી ધૂંધળી હતી, અને હું બસ એ જોવાની કોશિશ કરી રહી હતી કે હું ક્યાં છુ અને શું આ કાફી છે.
5/5

જેસિકા ફૉક્સે આગળ કહ્યું તમે ક્યારેય નથી જાણતા કે ઓલિમ્પિકમાં શું થવાનુ છે, તમારે બસ ખુદ પર કાબુ રાખવાનો હોય છે. જેસિકા ફૉક્સ ત્રણ વારની કેનૌન સ્લેલમ K1 વર્લ્ડ ચેમ્પીયન રહી ચૂકી છે. જેસિકા ફૉક્સને 2016માં રિયો ડી જાનેરિયોમાં બ્રૉન્ઝ મેડલ અને ચાર વર્ષ પહેલા લંડનમાં સિલ્વર મેડલ મળ્યો હતો.
Published at : 30 Jul 2021 12:38 PM (IST)
આગળ જુઓ
Advertisement