IND vs AUS: આજે ભારત સામે એક-બે નહીં 6 ફેરફારો સાથે મેદાનમાં ઉતરશે ઓસ્ટ્રેલિયા, હારનો ખતરાથી ડરી
2023 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને હરાવનારી ઓસ્ટ્રેલિયન ટીમ પાંચ મેચની T20 સીરીઝમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે
Australia Playing 11 vs India 3rd T20: 2023 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને હરાવનારી ઓસ્ટ્રેલિયન ટીમ પાંચ મેચની T20 સીરીઝમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ખરેખરમાં, વર્લ્ડકપથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરીઝ રમાઈ રહી છે. આ સીરીઝની પ્રથમ બે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું હતું. હવે ત્રીજી T20 આજે ગૌવાહીટમાં રમાવાની છે. આ પહેલા કાંગારુઓએ પોતાની ટીમમાં 6 મોટા ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં આજે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે તે જાણી લો. આજે કાંગારુ ટીમ પર સીરીઝ હારનો ખતરો મંડરાઇ રહ્યો છે.
cricket.com.au ના રિપોર્ટ અનુસાર, ત્રીજી T20 પહેલા સિનિયર બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને લેગ સ્પિનર એડમ ઝમ્પા સ્વદેશ પરત ફર્યા છે. જ્યારે ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને સીન એબૉટ પણ બુધવારે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. આવી સ્થિતિમાં ત્રીજી ટી20માં ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તે અનુમાન લગાવવું કોઈના માટે આસાન નથી.
ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ સ્વદેશ પરત ફરતા ખેલાડીઓની બદલીની જાહેરાત કરી છે. બેન મેકડર્મોટ અને જૉશ ફિલિપ પહેલાથી જ ટીમ સાથે છે. બંને ત્રીજી T20 માટે પણ ઉપલબ્ધ રહેશે. બેન દ્વારશુઈસ અને ક્રિસ ગ્રીન રાયપુરમાં ચોથી T20 પહેલા ટીમ સાથે જોડાશે.
ટ્રેવિસ હેડ, જેમણે થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ફાઇનલ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે વિશ્વ કપ વિજેતા ટીમનો એકમાત્ર ખેલાડી હશે જે બાકીની ટી20 સીરીઝ માટે ભારતમાં રહેશે. જોકે હેડ આ સીરીઝમાં હજુ સુધી કોઈ મેચ રમ્યો નથી.
ત્રીજી T20 માટે ઓસ્ટ્રેલિયાના સંભવિત પ્લેઈંગ ઈલેવન -
ટ્રેવિસ હેડ, મેથ્યૂ શૉર્ટ, જૉશ ફિલિપ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યૂ વેડ (કેપ્ટન અને વિકેટકીપર), તનવીર સંઘા, જેસન બેહરનડૉર્ફ, નાથન એલિસ અને કેન રિચાર્ડસન.
શું મંગળવારે ગુવાહાટીમાં વરસાદ પડશે ?
જોકે, ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. AccuWeather અનુસાર, મંગળવારે ગુવાહાટીમાં આકાશ સ્વચ્છ રહેશે. એટલે કે વરસાદની કોઈ શક્યતા નથી. આ સિવાય મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ગુવાહાટીમાં રાત્રે 10.30 વાગ્યે તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ચાહકો માટે સારા સમાચાર છે કે ત્રીજી ભારત-ઓસ્ટ્રેલિયા મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી
ભારત
યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણા