IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (IND W vs SA W) એ ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને 3-0થી ક્લીન સ્વીપ કર્યું.
India beats South Africa: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (IND W vs SA W) એ ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને 3-0થી ક્લીન સ્વીપ કર્યું. છેલ્લી ODI મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 215 રન બનાવ્યા હતા.
ભારતીય મહિલાઓ દ્વારા વનડેમાં નોંધાયેલ આ 10મી શ્રેણીની ક્લીન સ્વીપ હતી અને દક્ષિણ આફ્રિકા સામે બીજી વખત આવુ બન્યું છે. ભારતીય મહિલા ટીમે શ્રીલંકા (3) સામે વનડેમાં સૌથી વધુ શ્રેણીમાં વ્હાઇટવોશ કર્યો છે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકા (2), ઇંગ્લેન્ડ (2), વેસ્ટ ઇન્ડિઝ (2) અને બાંગ્લાદેશ (1) છે.
ODIમાં ભારતીય મહિલા ટીમ દ્વારા ક્લીન સ્વીપની સંપૂર્ણ યાદી
ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને 3-0થી હરાવ્યું (Home, 2024)
ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડની મહિલા ટીમને 3-0થી હરાવ્યું (Away, 2022)
ભારતીય મહિલા ટીમે શ્રીલંકાની મહિલા ટીમને 3-0થી હરાવ્યું (Away, 2022)
ભારતીય મહિલાએ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને 3-0થી હરાવ્યું (Home, 2019-20)
ભારતીય મહિલાએ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમને 3-0થી હરાવ્યું (Home, 2016-17)
ભારતીય મહિલાએ શ્રીલંકાની મહિલા ટીમને 3-0થી હરાવ્યું (Home, 2015-16)
ભારતીય મહિલાએ શ્રીલંકાની મહિલા ટીમને 3-0થી હરાવ્યું (Home, 2013-14)
ભારતીય મહિલાએ બાંગ્લાદેશની મહિલા ટીમને 3-0થી હરાવ્યું (Home, 2012-13)
ભારતીય મહિલાએ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમને 5-0થી હરાવ્યું (Home, 2003-04)
ભારતીય મહિલાએ ઈંગ્લેન્ડની મહિલા ટીમને 5-0થી હરાવ્યું (Home, 2001-02)
કેપ્ટન લૌરાએ 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં ભારતીય ટીમે માત્ર 40.1 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મેચ દરમિયાન ઓપનર સ્મૃતિ મંધાના ભારત તરફથી બેટિંગ કરતી વખતે શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી હતી. સ્મૃતિના બેટમાંથી 90 રન આવ્યા હતા. તેના સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ અંતમાં બેટથી ટીમને મદદ કરી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની વનડે શ્રેણી 3-0થી જીતી લીધી છે. પ્રથમ ODI મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 143 રને હરાવ્યું હતું, જ્યારે બીજી ODI મેચમાં ભારતને સખત સંઘર્ષ કરવો પડ્યો હતો અને ભારતે તે મેચ 4 રનના નજીકના અંતરથી જીતી હતી. આ પછી ભારતીય ટીમે છેલ્લી વનડે મેચ 6 વિકેટથી જીતી લીધી હતી.
216 રનનો પીછો કરતી વખતે સ્મૃતિ મંધાનાનું બેટ ભારતીય ટીમ માટે જોરદાર ગર્જના કરતું હતું. સ્મૃતિએ 83 બોલનો સામનો કરીને 90 રનની ઇનિંગ રમી જેમાં 11 ચોગ્ગા સામેલ હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 108 હતો. શેફાલી વર્માએ 25 રનની ઇનિંગ રમી હતી. પ્રિયા પુનિયાએ 28 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 42 રનની ઇનિંગ રમી હતી.
પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમ વતી કેપ્ટન લૌરાએ 57 બોલમાં 61 રનની ઈનિંગ રમી જેમાં 7 ચોગ્ગા સામેલ હતા. તાજમિને લૌરા સાથે શાનદાર શરૂઆત કરી બંને વચ્ચે સદીની ભાગીદારી બની હતી. તાજમિને 38 રનની ઇનિંગ રમી હતી. આ બંને સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો ન હતો. જ્યારે ભારત તરફથી અરુંધતિ રેડ્ડી અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી.