IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સ માટે ડેબ્યૂ સાથે રાજવર્ધને બનાવ્યો રેકોર્ડ, જાણો કોણ છે આ ખેલાડી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની શરૂઆત ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચ સાથે થઈ છે.
Rajvardhan Hangargekar: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની શરૂઆત ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચ સાથે થઈ છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ ગુજરાત ટાઈટન્સની ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં કોઈ વિલંબ કર્યો ન હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આ મેચમાં 20 વર્ષીય ફાસ્ટ બોલર રાજવર્ધન હંગરગરકરને ટીમમાં સામેલ કર્યો છે.
રાજવર્ધન હંગરગરકર માત્ર 20 વર્ષનો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કરનાર ચોથો સૌથી યુવા ખેલાડી બન્યો છે. આ મામલામાં અભિનવ મુકુંદનું નામ પ્રથમ સ્થાને છે, જેણે 18 વર્ષની ઉંમરે CSK માટે ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ અંકિત રાજપૂત અને મતિશા પથિરાનાનું નામ ત્રીજા સ્થાને જોવા મળી રહ્યું છે.
હંગરગરકરની વાત કરીએ તો તે મહારાષ્ટ્રનો રહેવાસી છે અને ભારતીય અંડર-19 ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે. અત્યાર સુધી રાજવર્ધન હંગરગરકરે તેની કારકિર્દીમાં કુલ 8 T20 મેચ રમી છે, જેમાં તેણે 5 વિકેટ ઝડપી છે.
બેન સ્ટોક્સને પણ ચેન્નાઈની ટીમમાં જગ્યા મળી છે
આ મેચને લઈને ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ 11ની વાત કરીએ તો તેમાં બેન સ્ટોક્સને પણ જગ્યા મળી છે, જે પહેલીવાર ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીમાં રમતા જોવા મળશે. આ સિવાય ટીમમાં દીપક ચહર પણ છે જે ઈજાના કારણે ગત સિઝનમાં એક પણ મેચ રમી શક્યો ન હતો.
ગુજરાત ટાઇટન્સની ટીમમાંથી કેન વિલિયમસન જોવા મળશે, જેને આ સિઝનની મિની ઓક્શન દરમિયાન ટીમે સામેલ કર્યો હતો.