MI vs SRH, Fantasy Playing 11: આજે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બન્ને ટીમની પ્લેઈંગ ઈલેવન
IPL 2021 MI vs SRH, Fantasy Playing 11 Predictions: હૈદરાબાદની ટીમ હજી સુધી એક પણ મેચ જીતી શકી નથી. એવામાં પાંચ વખત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે ડેવિડ વોર્નર, મનીષ પાંડે અને રાશિદ ખાન મહત્વની ભૂમિકા ભજવવી પડશે.
IPL 2021 MI vs SRH : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 9મી મેચ ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. આઈપીએલ 2021 સીઝનની પોતાની પહેલી મેચમાં મુંબઈ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈની ટીમે તેની બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવીને જબરદસ્ત વાપસી કરી હતી.
બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદને તેમની બંને મેચમાં અત્યાર સુધી હરાનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદ તેની પ્રથમ મેચમાં કોલકાતા સામે 10 રનથી હારી ગયું હતું. તેના બાદ બેંગ્લોરની ટીમે SRHને 6 રનથી હરાવ્યું હતું. પાંચ વખત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે ડેવિડ વોર્નર, મનીષ પાંડે અને રાશિદ ખાન મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
જ્યારે મુંબઇની ટીમને રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ પાસેથી વધુ આશા રહેશે. પોઇન્ટ ટેબલમાં મુંબઇ ઇન્ડિયન્સ ત્રીજા સ્થાને છે. જ્યારે હૈદરાબાદની ટીમ આઠમા સ્થાને છે. હૈદરાબાદની ટીમ હજી સુધી એક પણ મેચ જીતી શકી નથી.
મુંબઈ ઈન્ડિયન્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન :
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કેરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, રાહુલ ચહર, જયંત યાદવ / માર્કો જિનસેન, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ
સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
ડેવિડ વોર્નર (કેપ્ટન), રિદ્ધિમાન સહા (વિકેટકીપર), મનીષ પાંડે, જોની બેરિસ્ટો, વિજય શંકર / પ્રિયમ ગર્ગ, અબ્દુલ સામદ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, શાહબાઝ નદીમ અને ટી નટરાજન.