શોધખોળ કરો
ટી20 વર્લ્ડકપમાં આ મહિલા ક્રિકેટરે બાંગ્લાદેશ સામેની દરમિયાન એકસાથે બનાવ્યા ત્રણ વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે
મેચમાં એલિસા હિલીએ જબરદસ્ત બેટિંગ કરતાં 83 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે 20 ઓવરમાં 189 રન બનાવ્યા અને બાંગ્લાદેશની ટીમ 109 રન જ બનાવી શકી હતી

નવી દિલ્હીઃ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2020માં ગઇકાલે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે મેચ રમાઇ, મેચમાં ઓસ્ટ્રેલિયન મહિલાઓએ કમાલની રમત રમતાં બાંગ્લાદેશની મહિલા ટીમને 86 રનોથી હરાવી દીધી હતી. આ મેચમાં સાથે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેકટર વિકેટકીપર બેટ્સમેન એલિસા હિલીએ એકસાથે ત્રણ રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા.
મેચમાં એલિસા હિલીએ જબરદસ્ત બેટિંગ કરતાં 83 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે 20 ઓવરમાં 189 રન બનાવ્યા અને બાંગ્લાદેશની ટીમ 109 રન જ બનાવી શકી હતી.
એલિસા હિલીના ત્રણ રેકોર્ડની વાત કરીએ તો.....
- મહિલા ટી20 વર્લ્ડકપમાં વિકેટકીપર દ્વારા સૌથી વધુ 558 રન
- મહિલા ટી20 વર્લ્ડકપમાં વિકેટકીપર દ્વારા સૌથી વધુ 22 શિકાર
- મહિલા ટી20 વર્લ્ડકપ વિકેટકીપર દ્વારા સૌથી મોટી 83 રનની ઇનિંગ
નોંધનીય છે કે, હાલ મહિલા ટી20 વર્લ્ડકપ 2020 રમાઇ રહ્યો છે, ભારતીય ટીમ કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. હાલ ત્રણેય મેચો જીતીને ટીમ ઇન્ડિયા પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે.



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ખેતીવાડી
Advertisement
