શોધખોળ કરો
ICCએ જાહેર કર્યો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો કાર્યક્રમ, જાણો ટૂર્નામેન્ટમાં કેટલી ટીમ લેશે ભાગ

1/5

13 ટીમોની વનડે લીગમાં વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની વિજેતા નેધરલેન્ડ્સ ઉપરાંત ટેસ્ટ મેચ રમનારી તમામ 12 ટીમો ભાગ લેશે. આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ રિચર્ડસનના જણાવ્યાનુસાર, ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ આવતા વર્ષે શરૂ થશે, જ્યારે ODI લીગ 2020થી શરૂ થશે.’
2/5

પ્રથમ બે વર્ષ માટેની સાઇકલ 2019થી શરૂ થશે. ટોચ પર રહેનારી બે ટીમો વચ્ચે ફાઇનલ રમાશે. ફાઇનલ મેચ જુલાઈ, 2021માં લોર્ડ્સમાં રમાય તેવી સંભાવના છે.
3/5

FTPના મુખ્ય આકર્ષણમાં સામેલ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટેસ્ટ રમનારી તમામ નવ ટીમ ભાગ લેશે, જે ટોચના સ્થાન માટે લગભગ બે વર્ષની સાઇકલમાં ઘર અને વિદેશ બંને જગ્યાએ 3-3 સિરીઝ રમશે.
4/5

એફટીપી અનુસાર ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈ, 2019માં વેસ્ટ ઇન્ડીઝ સામે તેની ધરતી પર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમશે, જ્યારે 13 ટીમોની ODI લીગમાં ટીમ ઇન્ડિયા જૂન, 2020માં શ્રીલંકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
5/5

નવી દિલ્હીઃ આઈસીસીએ આગામી પાંચ વર્ષ (2018-2023) માટે ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (એફટીપી) બુધવારે જારી કર્યો છે, જેમાં પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે લીગને સામેલ કરવામાં આવ્યા છે.
Published at : 21 Jun 2018 08:00 AM (IST)
View More
Advertisement