IPL 2022: આ વર્ષની IPL સિઝન આ ખેલાડીઓની છેલ્લી સિઝન બની શકે છે, લિસ્ટમાં ઘણા ભારતીયો
આઈપીએલ હંમેશા ખેલાડીઓને નેશનલ ટીમમાં જગ્યા બનાવવાની તક આપે છે. ઘણા ખેલાડીઓ આઈપીએલમાં સારો દેખાવ કરીને રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યા છે.
IPL 2022: આઈપીએલ હંમેશા ખેલાડીઓને નેશનલ ટીમમાં જગ્યા બનાવવાની તક આપે છે. ઘણા ખેલાડીઓ આઈપીએલમાં સારો દેખાવ કરીને રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યા છે. આ વખતે આઈપીએલમાં કેટલાક એવા ખેલાડીઓ છે, જેમની પાસે તક છે કે, તેઓ સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં ફરીથી જગ્યા બનાવી શકે. પરંતુ તેમના ખરાબ ફોર્મે તેનું સપનું લગભગ બરબાદ કરી દીધું છે. એટલું જ નહીં પણ આ ખેલાડીઓ આગામી સિઝનમાં IPLમાં જોવા મળશે કે નહીં તેના પર પ્રશ્નાર્થ મુકાયો છે.
વિજય શંકરઃ
ગુજરાત તરફથી રમતા વિજય શંકરની IPL કારકિર્દી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તેણે આ સિઝનમાં ગુજરાત ટાઈટન્સ માટે ચાર મેચ રમી છે. આ દરમિયાન તેણે માત્ર 19 રન જ આવ્યા છે. આ સિવાય તેનો સ્ટ્રાઈક રેટ 54.2 રહ્યો છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે માત્ર ટીમ ઈન્ડિયામાં જ નહીં, પરંતુ વિજય શંકર માટે આગામી IPLમાં પણ જગ્યા બનાવવી મુશ્કેલ હશે.
અજિંક્ય રહાણેઃ
અજિંક્ય રહાણેની કારકિર્દી ઉતાર-ચઢાવ તરફ જઈ રહી છે. રહાણે પહેલા જ ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યો છે. આવી સ્થિતિમાં તેની પાસે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાની તક હતી. પરંતુ તેણે આ તક ગુમાવી દીધી છે. રહાણે KKR માટે 5 મેચ રમ્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી માત્ર 80 રન જ આવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ માત્ર 100 રહ્યો છે.
મનીષ પાંડેઃ
લખનઉ માટે મનીષ પાંડેને પણ આ સિઝનમાં સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાની તક મળી હતી. પરંતુ તે અત્યાર સુધી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે આઈપીએલમાં અત્યાર સુધી 4 મેચમાં માત્ર 60 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં મનીષ પાંડેની ટીમ ઈન્ડિયામાં વાપસી ફરી એકવાર મુશ્કેલ બની રહી છે.
ક્રિસ જોર્ડનઃ
ચેન્નાઈ તરફથી રમતા ક્રિસ જોર્ડન ડેથ ઓવરોમાં બોલિંગ કરવા માટે જાણીતો છે. પરંતુ ગુજરાત સામેની તેની નબળી બોલિંગ બાદ આવતા વર્ષે IPLમાં કોઈ ટીમ તેના પર વિશ્વાસ મુકીને તેના પર દાવ લગાવે તેની શક્યાતાઓ ઓછી છે.