IPL Auction : IPL ઓક્શન અગાઉ આ સ્ટાર પ્લેયરે સૌને ચોંકાવ્યા, હરાજીમાંથી નામ પાછુ ખેંચી લીધુ
દરેક દેશના ખેલાડીઓ ક્રિકેટની સૌથી મોટી અને સૌથી ધનિક લીગમાં રમવા માટે ઉત્સુક છે. પરંતુ એક એવો ખેલાડી છે જેણે આ રિચ લીગમાં રમવાની ના પાડી દીધી છે
![IPL Auction : IPL ઓક્શન અગાઉ આ સ્ટાર પ્લેયરે સૌને ચોંકાવ્યા, હરાજીમાંથી નામ પાછુ ખેંચી લીધુ IPL Auction :Rehan Ahmed opts out of IPL auction to focus on red-ball cricket IPL Auction : IPL ઓક્શન અગાઉ આ સ્ટાર પ્લેયરે સૌને ચોંકાવ્યા, હરાજીમાંથી નામ પાછુ ખેંચી લીધુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/23/87e830f46a612962a1ea86b276e120511671759961240127_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL Auction Rehan Ahmed: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ ક્રિકેટ જગતમાં ડંકો વગાડ્યો છે. દરેક દેશના ખેલાડીઓ ક્રિકેટની સૌથી મોટી અને સૌથી ધનિક લીગમાં રમવા માટે ઉત્સુક છે. પરંતુ એક એવો ખેલાડી છે જેણે આ રિચ લીગમાં રમવાની ના પાડી દીધી છે. આ ખેલાડી છે ઈંગ્લેન્ડનો યુવા સ્પિનર રેહાન અહેમદ. આ સ્ટાર ખેલાડીએ અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે.
લેગ સ્પિનર રેહાને આ મહિને 17 ડિસેમ્બરે પાકિસ્તાન સામે કરાચી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત તેણે પ્રથમ દાવમાં 2 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે રેહાને પોતાની ડેબ્યુ મેચમાં 5 વિકેટ ઝડપનાર સૌથી યુવા ખેલાડીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
રેહાનની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા હતી
ઈંગ્લેન્ડના આ યુવા ખેલાડીએ આઈપીએલની હરાજી માટે નોંધણી કરાવી હતી. તેને શોર્ટલિસ્ટ પણ કરવામાં આવ્યો હતો. રેહાનની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા હતી. પરંતુ હરાજીના એક દિવસ પહેલા જ તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેનું કારણ એ છે કે તે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપવા માંગે છે અને પોતાની કાઉન્ટી ક્લબને સમય આપવા માંગે છે.
રેહાન અહેમદ હાલમાં કાઉન્ટી ક્રિકેટમાં લેસ્ટરશાયર ટીમ તરફથી રમે છે. જ્યારે તેણે આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપ્યું ત્યારે દિગ્ગજોને આશા હતી કે તેના પર કરોડો રૂપિયાની બોલી લાગી શકે છે. જેમાં ઈંગ્લેન્ડની ટીમના વર્તમાન કોચ બ્રેન્ડન મેક્કુલમનો પણ સમાવેશ થાય છે. પરંતુ રેહાને પોતાનું નામ પાછું ખેંચીને સૌની આશાઓ પર પાણી ફેરવી દીધું.
'રેહાને હવે IPLમાં રમવું જોઈએ'
ન્યૂઝીલેન્ડ ટીમના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી બ્રેન્ડન મેક્કુલમનું માનવું હતું કે રેહાને હવે આઈપીએલમાં રમવું જોઈએ. અન્ય ખેલાડીઓ સાથે રમવાથી તેને એક અલગ પ્રકારનો અનુભવ મળશે. 18 વર્ષની ઉંમરે રેહાન સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય ખેલાડી બની ગયો છે.
હરાજીમાં 405 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે
નોંધનીય છે કે આઈપીએલની હરાજી આજે (23 ડિસેમ્બર) બપોરે 2.30 કલાકે કોચીમાં શરૂ થશે. આ હરાજીમાં 405 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જેમાં 273 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ ખેલાડીઓમાં 119 કેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.
હરાજીમાં ભાગ લેનાર તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ પાસે ખેલાડીઓ ખરીદવા માટે માત્ર 87 સ્લોટ ખાલી છે. વિદેશી ખેલાડીઓ માટે સ્લોટની મહત્તમ સંખ્યા 30 છે. દરેક ફ્રેન્ચાઈઝીની ટીમમાં માત્ર 25 ખેલાડીઓ હોઈ શકે છે, જેમાંથી વધુમાં વધુ 8 વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)