(Source: ECI/ABP News/ABP Majha)
Paris Olympics 2024: પ્રાઇવેટ પાર્ટે છીનવ્યો મેડલ, પરંતુ અપાવી 2 કરોડની ઓફર; બસ કરવું પડશે આ કામ
એક એડલ્ટ વેબસાઈટે એન્થોની એમિરાતીને તેની મર્દાનગી બતાવવા માટે 2.5 લાખ યુએસ ડોલરની ઓફર કરી છે. આ એડલ્ટ વેબસાઈટના વાઇસ પ્રેસિડેન્ટે આ ઓફર અંગે ઔપચારિક નિવેદન પણ જારી કર્યું છે.
Pole Vault Paris Olympics 2024: ફ્રેંચ પોલ વોલ્ટ એથલીટ એન્થોની એમિરાતી પેરિસ ઓલિમ્પિક 2024માં ભલે ગોલ્ડ મેડલ જીતી ન શક્યો, પરંતુ તેમ છતાં તેને 2.5 લાખ યુએસ ડોલર મળી શકે છે, જે ભારતીય ચલણમાં 2 કરોડ રૂપિયાથી વધુ છે. ખરેખર, 21 વર્ષના એન્થોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના પ્રાઈવેટ પાર્ટની ટક્કરથી ક્રોસબાર નીચે પડી ગયો હતો. હવે એક એડલ્ટ વેબસાઈટે એન્થોની એમિરાતીને તેની મર્દાનગી બતાવવા માટે 2.5 લાખ યુએસ ડોલરની ઓફર કરી છે. આ એડલ્ટ વેબસાઈટના વાઇસ પ્રેસિડેન્ટે આ ઓફર અંગે ઔપચારિક નિવેદન પણ જારી કર્યું છે.
60 મિનિટના શો દરમિયાન કેમેરાની સામે કરવું પડશે આ કામ
અમેરિકન મીડિયા કંપની TMZ અનુસાર, આ ફ્રેન્ચ એથ્લેટને 60 મિનિટના વેબ કેમ શો માટે એડલ્ટ વેબસાઇટ દ્વારા ઘણા પૈસા ચૂકવવામાં આવી શકે છે. 60 મિનિટના આ શો દરમિયાન તેમને કેમેરાની સામે તેમના પ્રાઈવેટ પાર્ટ બતાવવાના રહેશે. એન્થોની 5.70 મીટરની ઉંચાઈ પર સ્થિત ક્રોસ બારને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે યોગ્ય ટેકનિકથી ક્રોસબાર પણ પાર કર્યો હતો, પરંતુ તેના પ્રાઈવેટ પાર્ટના કારણે તેને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. આ યાદીમાં ફ્રાન્સના એન્થોનીને 12મું સ્થાન મળ્યું હતું.
O dia em que o birobiro atrapalhou chegar nas medalhas. Anthony Ammirati tornou-se, este sábado (3), no mais falado atleta dos Jogos Olímpicos de Paris, fruto de um episódio surreal registrado.Ele saltou com sucesso 5,40 e 5,60 mas aos 5,70... pic.twitter.com/8inYV0QT5y
— TVNomeiodaRua (TV NMR) (@TVNoMeiodaRua) August 6, 2024
એન્થોનીએ 2022ની અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
એન્થોની 12મા સ્થાનથી ખૂબ જ નિરાશ હતો કારણ કે તે ફાઇનલમાં જવાના દાવેદારોમાંનો એક માનવામાં આવતો હતો. આ પહેલા તેણે 2022ની અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના પ્રયાસની નિષ્ફળતા પછી તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. 12મા સ્થાને રહ્યા પછી, એન્થોનીએ માત્ર ક્રોસબાર ખૂટે તેવી વાત કરી, પરંતુ તે વિષયને સ્પર્શ કર્યો નહીં જેના કારણે તે ફાઇનલમાં ચૂકી ગયો. તે પોતાની પ્રથમ ઓલિમ્પિકની ફાઇનલમાં તો નથી પહોંચી શક્યો, પરંતુ આ વિચિત્ર ઘટનાએ તેને ચોક્કસપણે એક મોટો સ્ટાર બનાવી દીધો છે.