શોધખોળ કરો

'બે કલાકમાં બંધ થઇ જશે તમારો મોબાઇલ નંબર...', આવા કોલ આવે તો થઇ જાવ એલર્ટ

મોબાઈલ યુઝર્સને દરરોજ આવા ઘણા કોલ આવી રહ્યા છે. જો તમને પણ આવા ફોન આવે તો ગભરાશો નહીં

નવી દિલ્હી: 'હેલો, ડિયર યુઝર.... આ ટેલિકોમ્યુનિકેશન વિભાગ છે, તમને જણાવવા માંગુ છું કે તમારા નામે નોંધાયેલ આ મોબાઈલ નંબર આગામી બે કલાકમાં બંધ થઈ જશે. વધુ માહિતી માટે 9 દબાવો.' અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યા બાદ લોકોને આ પ્રકારના રેકોર્ડેડ મેસેજ મળી રહ્યા છે. મોટાભાગના લોકો આવા કોલને કારણે માત્ર ટેન્શનમાં જ નથી આવતા પરંતુ ઉતાવળમાં નવ નંબર દબાવીને તેમનો નંબર કયા કારણોસર બંધ થશે તે જાણવાનો પ્રયાસ પણ કરે છે. મોબાઈલ યુઝર્સને દરરોજ આવા ઘણા કોલ આવી રહ્યા છે. જો તમને પણ આવા ફોન આવે તો ગભરાશો નહીં. આ કોલ ભારત સરકારના ટેલિકોમ વિભાગ દ્ધારા કરવામા આવતો નથી પરંતુ આ પ્રકારના કોલ સાયબર ઠગ દ્ધારા કરાઇ રહ્યા છે.

સિમના ગેરકાયદેસર ઉપયોગનો બતાવે છે ડર

સાયબર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વીજળી બિલ અને ગેસ બિલ પછી દિલ્હી-એનસીઆરના ઘણા લોકો ટેલિકોમ વિભાગના નામે આ નવા પ્રકારના કૌભાંડનો સામનો કરી રહ્યા છે. ભારત સરકારના ડીઓટી (ટેલિકમ્યુનિકેશન વિભાગ) એ પોતે લોકોને આવા કોલ સામે ચેતવણી જાહેર કરી છે. સાયબર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ટેલિકોમ્યુનિકેશન વિભાગના નામ પર આવતા કોલના ઘણા કેસ નોંધાયા છે.રેકોર્ડ કરેલા કોલમાં કહેવામાં આવ્યું છે કે બે કલાક પછી મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ થઈ જશે. કેટલાક કિસ્સામાં તો ધમકીઓ પણ આપવામાં આવે છે કે તેમનો મોબાઈલ નંબર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાયો છે. આવી સ્થિતિમાં સાવધાન રહો. વિભાગ આવા કોલ કરતું નથી. વિદેશી મૂળના મોબાઈલ નંબરો પરથી આવતા વોટ્સએપ કોલ્સથી પણ સાવચેત રહો જેમાં છેતરપિંડી કરનારાઓ સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છે.

'ચક્ષુ'ને આવા કોલની ફરિયાદ કરો

વાસ્તવમાં  Chakshu એ DoT એટલે કે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગનું એક ઓનલાઈન પોર્ટલ છે જે લોકોને સાયબર ક્રાઈમ, નાણાકીય છેતરપિંડી, ઓળખ બદલીને છેતરપિંડી, છેતરપિંડી કોલ, SMS અથવા WhatsAppની જાણ કરવાની મંજૂરી આપે છે. જેમ કે બેન્ક એકાઉન્ટ, વોલેટ, સિમ, ગેસ કનેક્શન, વીજળી કનેક્શન, કેવાયસી અપડેટ, સેક્સટોર્શન સંબંધિત મેસેજ અંગે તમે અહી ફરિયાદ કરી શકો છો. લોકોને સતર્ક રહેવાની અપીલ કરતા, ટેલિકોમ્યુનિકેશન વિભાગ કહે છે કે તેઓએ સંચાર સાથી પોર્ટલ www.sancharsaathi.gov.in/sfc પર આવી કોઈપણ છેતરપિંડીની જાણ કરવી જોઈએ જ્યાં ચક્ષુ નામથી પેજ ખુલે છે. ત્યાં તમારી વિગતો ભરો. આવી માહિતી મેળવવાથી વિભાગને સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીનો સામનો કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમ અથવા નાણાકીય છેતરપિંડીનો શિકાર બન્યો હોય તો તેણે તેના વિશે સાયબર ક્રાઈમ હેલ્પ નંબર 1930 અને www.cybercrime.gov.in પર જાણ કરવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget