શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Paris Olympics 2024: ભારતીય હોકી ટીમ પહોંચી સેમિફાઇનલમાં, વધુ એક મેડલની આશા
ભારતીય હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને સતત બીજી વખત ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચી હતી. ચાર ક્વાર્ટરના અંતે બંને ટીમોનો સ્કોર 1-1થી બરાબર હતો. બંને ટીમોએ નિર્ધારિત સમય સુધી લીડ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થઈ શકી નહોતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો જેમાં ભારતે બ્રિટનને 4-2થી હરાવ્યું.
ભારત આ મેચમાં 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું કારણ કે બીજા ક્વાર્ટરમાં અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો.
શૂટઆઉટમાં શું થયું ?
- બ્રિટને પ્રથમ શૂટઆઉટ લીધો હતો અને અલબરી જેમ્સીએ ગોલ કર્યો હતો.
- ભારત તરફથી પહેલો શોટ હરમનપ્રીત સિંહ લેવા આવ્યો અને તેણે પણ ગોલ ફટકાર્યો.
- ઈંગ્લેન્ડ માટે વોલેસ બીજો શોટ લેવા આવ્યો અને ગોલ કર્યો.
- ભારત તરફથી સુખજીત આવ્યો અને તેણે ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો.
- ક્રોનન તેના ત્રીજા પ્રયાસમાં ઇંગ્લેન્ડ માટે આવ્યો અને ગોલ ચૂકી ગયો.
- લલિતે ભારત માટે ત્રીજા પ્રયાસમાં ગોલ ફટકારીને ભારતને 3-2ની લીડ અપાવી હતી.
- ઇંગ્લેન્ડ ચોથા પ્રયાસમાં પણ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યું અને શ્રીજેશ બ્રિટિશ ખેલાડીની સામે ઊભો રહ્યો અને તેણે ગોલ થવા દીધો નહીં.
- ભારત માટે રાજકુમારે ચોથા પ્રયાસમાં ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ઈંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
દેશ
Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત, સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યા
Maharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન
Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદન
Maharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ
Amit Shah Call To Fadanvis : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ અમિત શાહે દેવેન્દ્ર ફડવણીસને કર્યો ફોન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion