ઓગષ્ટ 1994 પછી નિવૃત થયેલા શિક્ષકોની નોકરીને 31 વર્ષ થયા હોય તેમને ત્રીજું ઉચ્ચતર પગાર ધોરણ ચુકવવાપાત્ર છે. ૩ મહિનાની અંદર તમામ મેળવવા પાત્ર શિક્ષકોને તેમના હકનો પગાર ચુકવી દેવાનો રહેશે તેવું કોર્ટના અવલોકનમાં જણાવાયું છે.
2/6
સરકાર કટ ઓફ ડેટ 1-8-1994 કેવી રીતે નક્કી કરી છે તે સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. કારણ કે સરકારે આ અંગેને પરિપત્ર 16 ઓગષ્ટે બહાર પાડવામાં આવ્યો છે. તેથી જે શિક્ષકોને ઓગષ્ટ-1994 પછી નિવૃત સમયે નોકરીના 20 વર્ષ પુરા કર્યા હોય તેમને ઉચ્ચતર પગાર ધોરણ ચુકવવો પડશે.
3/6
સરકારના તારીખ 16-3-99ના પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે કેળવણી નિરિક્ષક તરીકે કામ કરતાં તમામ શિક્ષકોને રૂપિયા 4000-6000થી ઉચ્ચતર પગાર રૂપિયા 5000-8000 કરવાનો રહેશે. અરજીમાં એવી રજુઆત કરવામાં આવી છે કે સરકારના પરિપત્રમાં કેળવણી નિરિક્ષક શિક્ષક નામનો ઉલ્લેખ કર્યો છે તેનો અર્થ થાય છે કે શિક્ષકોને પ્રમોશન પોસ્ટ મળી છે. તેથી સરકાર ઓગષ્ટ-1994 પહેલા અને પછી તેવો ભેદભાવ રાખી શકે નહીં.
4/6
સરકારે જે શિક્ષકોને નોકરીના 18 વર્ષ પુરા કર્યા હોય તેમને બીજું ઉચ્ચતર પગાર ચુકવ્યું હતું જેમણે 27 વર્ષ પુર્ણ કર્યા હોય તેમને ત્રીજું ઉચ્ચતર પગારનો લાભ આપવામાં આવ્યો હતો.
5/6
અમદાવાદ: પ્રાથમિક શિક્ષકો વચ્ચે ઉચ્ચતર પગાર ધોરણ ચુકવવા બાબતે સરકાર દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાની અને ઓગષ્ટ 1994 પછી નિવૃત્ત થયેલા શિક્ષકોને પણ ઉચ્ચતર પગાર ધોરણ ચુકવવા ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. ઓગષ્ટ 1994 પછી નિવૃત થયેલા શિક્ષકોએ ગુજરાત હાઈકોર્ટમાં લેટર્સ પેટન્ટ અરજી કરી હતી.
6/6
જેમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા શિક્ષકો વચ્ચે ભેદભાદ રાખવામાં આવી રહ્યો છે. ઓગષ્ટ 1994 પહેલા નિવૃત થયેલા શિક્ષકોને બીજું ઉચ્ચતર પગાર ધોરણ રૂપિયા 2000-3500 આપવામાં આવ્યું હતું તેવી જ રીતે ત્રીજું ઉચ્ચતર પગાર ધોરણ 2200થી 4000 પણ આપવામાં આવ્યું હતું.