શોધખોળ કરો

Diwali 2024: દિવાળી પહેલા ઘરે ન લાવો આ અશુભ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે પૈસાની તંગી

દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે.

Diwali 2024 : દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમના પર અપાર આશીર્વાદ વરસાવે છે. આવી સ્થિતિમાં લોકો ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે. એક તરફ લોકો તેમના ઘરો અને મંદિરોને રંગબેરંગી રોશની, તોરણ અને ફૂલોથી શણગારે છે. દિવાળીના બીજા દિવસે દેવી લક્ષ્મીની પણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં રહે તો દિવાળી પહેલા ભૂલથી પણ આ વસ્તુઓ તમારા ઘરમાં ન લાવો.

તીક્ષ્ણ વસ્તુઓ 

દિવાળી પહેલા ધારદાર અને તીક્ષ્ણ વસ્તુઓ ઘરમાં લાવવાની ભૂલ ન કરો. કાતર, છરી, લોખંડ વગેરે જેવી ધારદાર વસ્તુઓ. એવું કહેવાય છે કે તેમને ઘરે લાવવાથી નકારાત્મકતા વધે છે, જેનાથી ઘરમાં અશાંતિ રહે છે. આ તમારા ઘરની આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે. જેથી કરીને કોઈપણ ધારદાર વસ્તુઓને તમારી દિવાળી પહેલા તમારા ઘરમાં ન લાવવી જોઈએ. 

જૂના પગરખાં અને ચપ્પલ 

જો ઘરમાં જૂના ચપ્પલ અને શૂઝ રાખવામાં આવ્યા હોય તો તેને તરત જ ફેંકી દો. કોઈપણ તૂટેલી વસ્તુઓ ઘરમાં ન લાવવી નહીં તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. જૂનો સામાન પણ વપરાશમાં ન લેતા હોય તો તેને ફેંકી દેવો જોઈએ. 

કાળી વસ્તુઓ 

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં કાળા રંગની કોઈપણ વસ્તુ ઘરમાં ન લાવો. કાળા રંગના કપડાંની ખરીદી કરવાનું અત્યારે ટાળો.

ખાટી સામગ્રી 

દિવાળી પહેલા ખાટી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ દરમિયાન લીંબુ, અથાણું વગેરે વસ્તુઓ ન ખરીદવી જોઈએ. એવું કહેવાય છે કે આને ઘરે લાવવાથી વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

હિંદુ ધર્મમાં દરેક ઉત્સવ અને તહેવારનું પોતાનું આગવું મહત્વ છે. વર્ષ 2024માં દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ને ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા અને સ્વાગત કરવાની તૈયારી કરે છે. દિવાળી (Diwali 2024) પર માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીના સ્વાગત માટે દરેક વ્યક્તિ ઘરને શણગારે છે અને દીવા પ્રગટાવે છે. દીપાવલીની સાંજે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

દેવી લક્ષ્મીનું સ્વાગત કેવી રીતે કરવું?

  • આ દિવસે સૌથી પહેલા ઘર સાફ કરો.
  • સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો અવશ્ય પ્રગટાવો.
  • આ દિવસે સાંજે ઘરના દરવાજા ખુલ્લા રાખો.
  • ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિન્હ બનાવો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.
  • દેવી લક્ષ્મીના સ્વાગત માટે ઘરે ખાસ રંગોળી બનાવો.
  • ઘરને ફૂલ, દીવા અને રોશનીથી સજાવો.
  • ઘરના મુખ્ય દ્વાર પર ફૂલોની માળા લગાવો અને તોરણ લગાવો.
  • ઘરના મંદિરને સુંદર રીતે શણગારો.
  • શુભ સમયે દેવી લક્ષ્મી-ગણેશની પૂજા કરો અને તેમના આશીર્વાદ લો.
  • પૂજા સમયે ચાંદીના સિક્કાની પૂજા અવશ્ય કરો.
  • જે લોકો આ દિવસે સંપૂર્ણ ભક્તિ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરે છે, તેમના ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા વર્ષભર બની રહે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.  

Diwali 2024: દિવાળી પર માતા લક્ષ્મીજીનું સ્વાગત કેવી રીતે કરવું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર
'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો
આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Student Suicide Case | રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં 3 શિક્ષકો સામે અંતે ફરિયાદ દાખલSurat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલHarsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'Gandhinagar Rain : ગાંધીનગરમાં સવારે ધીમી ધારે વરસાદ, પેથાપુરમાં વીજળી ગૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર
'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો
આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો
વિન્ડસર EV લૉન્ચ થતાં જ MGની આ ઇલેક્ટ્રિક કાર મોંઘી થઈ ગઈ, આ કાર એક જ ચાર્જમાં 461 કિમીની રેન્જ આપે છે
વિન્ડસર EV લૉન્ચ થતાં જ MGની આ ઇલેક્ટ્રિક કાર મોંઘી થઈ ગઈ, આ કાર એક જ ચાર્જમાં 461 કિમીની રેન્જ આપે છે
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોસ્ટ કર્યો ભારતનો ખોટો નકશો, શું BCCI કરશે કાર્યવાહી?
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોસ્ટ કર્યો ભારતનો ખોટો નકશો, શું BCCI કરશે કાર્યવાહી?
APAAR ID Card: શું છે 'અપાર કાર્ડ', વિદ્યાર્થીઓ  માટે કેટલું જરૂરી છે, કેવી રીતે બનાવશો?
APAAR ID Card: શું છે 'અપાર કાર્ડ', વિદ્યાર્થીઓ માટે કેટલું જરૂરી છે, કેવી રીતે બનાવશો?
Diwali Vastu Tips: દિવાળી પર ઘરે લગાવો આ છોડ, પરિવાર પર થશે પૈસાનો વરસાદ
Diwali Vastu Tips: દિવાળી પર ઘરે લગાવો આ છોડ, પરિવાર પર થશે પૈસાનો વરસાદ
Embed widget