અમદાવાદઃ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થયાના બે દિવસ બાદ આજથી તમામ એટીએમ ખુલી ગયા છે. જેમ ગુરુવારે બેન્ક બહાર જૂની નોટ બદલવા માટે ભીડ જોવા મળી હતી તેમ જ આજે એટીએમની બહાર ભીડ જોવા મળી રહી છે. જોકે એક દિવસમાં એટીએમમાંથી માત્ર 2000 રૂપિયાજ ઉપાડી શકાશે.
2/6
એટીએમમાં રોકડની સપ્લાઈ કરતી કંપનીઓના જણાવ્યાનુસાર એટીએમ સેવાઓ સામાન્ય થવામાં અંદાજે 15 દિવસનો સમય લાગશે. દેશભરમાં અંદાજે 2 લાખ 20 હજાર એટીએમ છે જેમાં 44 હજાર કરોડ રૂપિયા પહોંચાડવામાં આવ્યા છે.
3/6
મીડિયા અહેવાલ અનુસાર એટીએમમાંથી હાલ માત્ર 100 રૂપિયા અને 50 રૂપિયાની નોટ જ નીકળશે. જેના કારણે લોકોને આવાત 15 દિવસ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
4/6
ઉદ્યોગ સાથે જોડાયેલા સુત્રો અનુસાર બેંકો અને એટીએમ મેનેજ કરતી કંપનીઓને પૂરતી સંખ્યામાં 100 રૂપિયાની નોટ ઉપલબ્ધ કરાવવા માટે લોજિસ્ટિક્સ સાથે જોડાયેલ મુશ્કેલી થશે. ઉરાંત બેંકોને લોજિસ્ટિક્સ સાથે જોડાયેલ ખર્ચ પણ વધવાની શક્યતા છે.
5/6
દેશમાં એટીએમનું મેન્યુફેક્ચરિંગની સાથે જ મેનેજ કરનારા જોડાયેલ સૂત્રોએ જણાવ્યું કે, સામાન્યરીતે એક એટીએમમાં 15-20 લાખ રૂપિયાની રોકડ હોય છે, પરંતુ હવે માત્ર 100 રૂપિયાની નોટ જ હોવાને કારણે એટીએમમાં માત્ર 4 લાખ રૂપિયા જ મળશે. જેના કારણે એક દિવસમાં 2000ની ઉપાડની મર્યાદા હોઈ એટીએમમાંથી માત્ર 200 વ્યક્તિ જ નાણાં ઉપાડી શકશે. આ સ્થિતિમાં એટીએમમાંથી ઝડપથી રોકડ ઉપડી જશે અને તેમાં એક દિવસમાં ઘણી વખત રૂપિયા મુકવા પડશે, જે ખૂબ જ મુશ્કેલ છે.
6/6
દેશમાં હાલમાં 2 લાખ એટીએમ છે અને 88 હજાર એટીએમ વેન છે. દરેક એટીએમમાં 10 હજાર નોટ આવી શકે છે. હવે માત્ર 100 રૂપિયાની જ નોટ જમા કરી શકાતી હોવાથી આ તેમાં કુલ રોકડ માત્ર 4 લાખની આસપાસ આવી જશે. પહેલા 500 અને 1000ની નોટ ચાલતી હતી ત્યારે રોકડની મર્યાદા 15-20 લાખની આસપાસ હતી.