શોધખોળ કરો

CRIME NEWS : ભાડૂતી હત્યારાઓ બોલાવી પતિએ કરાવી પત્નીની હત્યા, ત્રણ સંતાનો માં વિહોણા બન્યા

Banaskantha Crime News : પતિ અને સાસુએ ભાગીયાઓની મદદથી મહિલાનું ઢીમ ઢાળી દેતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચાર આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

Banaskantha :  બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઉત્તમપુરા મલાણા ગામે પતિએ ભાડૂતી હત્યારા બોલાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉત્તમપુરા મલાણામાં ત્રણ સંતાનની જનેતાને ટૂંપો આપી હત્યા કરાતા ત્રણ બાળકો માં વિહોણા બની ગયા છે. પતિ અને સાસુએ ભાગીયાઓની મદદથી મહિલાનું ઢીમ ઢાળી દેતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચાર આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. 

પતિ અને સાસુએ મળી કરાવી હત્યા 
પાલનપુર તાલુકાના ઉત્તમપુરા મલાણા ગામે પતિ તેમજ સાસુ મળી ભાગીયાઓની મદદથી ત્રણ સંતાનની જનેતાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી અને મહિલાની હત્યાને આત્મહત્યામાં ખુપાવવાનો પ્રયાસ કર્યો હતો. 

આ  મામલે મૃતકના ભાઈએ તેના બનેવી તેમજ મૃતકની સાસુ અને ત્રણ ભાગીયા સહીત પાંચ વ્યક્તિ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસે ચાર આરોપીને ઝડપી પાડયા છે.પોલીસે મૃતક મહિલાના પતિ અને તેના હત્યારાના રિમાન્ડ મેળવી અને કયા કારણોસર હત્યા કરાવી છે તેની તપાસ હાથ ધરી છે

ભાગિયાઓની મદદથી ગળે ટુંપો દઈ કરી હત્યા 
પાલનપુર તાલુકાના મલાણા ગામના દેવજીભાઈ નરસુંગભાઈ ચૌધરી ની બહેન ગીતાબેનના લગ્ન ઉત્તમપુરા મલાણાના ગામના માનજીભાઈ ભીખાભાઇ ફોફ સાથે કરેલા હતા. આ પરણીતાને ત્રણ સંતાન હતા, પરતું મનજીભાઈ પોતાની પત્નીને યેનકેન પ્રકારે શારીરિક અને માનસિક ત્રાસ ગુજરાતા હતા. 

દરમિયાન ગત તા.22 ઓગષ્ટના રોજ ગીતાબેન ફોફને તેમના પતિ મનજીભાઈ ભીખાભાઇ ફોફ અને સાસુ સંતોકબેન ભીખાભાઇ ફોફ એ તેમના ભાગીયા છોટારામ કાળુજી ડાભી રહે. ઘાઘુ તા.અમીરગઢ, ભીમાભાઈ પૂનાભાઈ પરમાર રહે.દલાપુરા જી.પિંડવાડા અને વિશનારામ પરમાર રહે. હિલવાની મદદથી ગળે ટૂંપો આપી મોત નીપજાવ્યું હતું.

મૃતકના શરીર પર ઇજાના નિશાનથી ભાંડો ફૂટ્યો 
મામલે મૃતક ગીતાબેનના ભાઈ દેવજીભાઈ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પોતાની બહેન ને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાની પોતાના બનેવી સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો મૃતકના શરીર પર ઇજાના નિશાનથી હત્યા કરાઈ હોવાનું માલૂમ પડ્યું હતું

ઉત્તમપુરા મલાણાની ગીતાબેનનું ટૂંપો આપવાથી મોત થતા તેના પતિએ બનાવ અંગે તેમના સાસરીપક્ષમાં જાણ કરતા તેમના સાળા દોડી આવ્યા હતા અને મૃતકના ગળા તેમજ શરીરના ભાગે ઇજાના નિશાન જણાઈ આવતા મૃતકની હત્યા કરાઈ હોવાનું  જણાઇ આવતા ફરિયાદ કરાઇ હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

Embed widget