(Source: ECI/ABP News/ABP Majha)
Poonam Pandey Controversy: મુશ્કેલીમાં મુકાઈ શકે છે પૂનમ પાંડે, ફિલ્મ સાથે જોડાયેલી આ સંસ્થાએ
Poonam Pandey Controversy: પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા બાદ પૂનમ પાંડે ચારે બાજુથી ઘેરાયેલી જોવા મળી રહી છે. એક તરફ ફેન્સ એક્ટ્રેસનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ફિલ્મથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ તેના પર નારાજ જોવા મળી રહ્યા છે.
Poonam Pandey Controversy: પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા બાદ પૂનમ પાંડે ચારે બાજુથી ઘેરાયેલી જોવા મળી રહી છે. એક તરફ ફેન્સ એક્ટ્રેસનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ફિલ્મથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ તેના પર નારાજ જોવા મળી રહ્યા છે. હવે ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને પણ પૂનમ પાંડેના ફેક ડેથ સ્ટંટ પર પ્રતિક્રિયા આપી છે, જે અભિનેત્રી માટે વધતી મુશ્કેલીઓનો સંકેત આપી રહી છે.
Actress Poonam Pandey is alive, issues video on Instagram claiming ‘awareness’ for Cervical Cancer pic.twitter.com/ImopsEx0H1
— ANI (@ANI) February 3, 2024
ખરેખર, ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને મુંબઈ પોલીસને પત્ર લખ્યો છે. સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરાયેલા પત્ર અનુસાર, એસોસિએશને પોલીસને પૂનમ પાંડે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે-મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડેના સર્વાઇકલ કેન્સરથી મૃત્યુના ફેક ન્યૂઝથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધાને ચોંકાવી દીધા છે.
પબ્લિસિટી સ્ટંટ માટે બનાવ્યા ફેક ન્યૂઝ!
એસોસિએશને લખેલા પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, આ ફેક ન્યૂઝ મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડેએ પબ્લિસિટી સ્ટંટ માટે બનાવ્યા હતા, જેની પુષ્ટિ તેના મેનેજર દ્વારા કરવામાં આવી છે. આ નકલી સમાચારે તે તમામ ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી જેમણે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અમે તમને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને પૂનમ પાંડે અને તેના મેનેજર બંને વિરુદ્ધ તેમના PR પ્રમોશન માટે નકલી સમાચાર ફેલાવવા બદલ FIR દાખલ કરો.
All Indian Cine Workers Association writes a letter to the Senior Police Inspector, Vikhroli Police Station, Mumbai to file an FIR against model Poonam Pandey and her manager. pic.twitter.com/T6xpMfy9TC
— ANI (@ANI) February 3, 2024
એસોસિએશને કાર્યવાહી કરવાની માંગ કરી હતી
પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે પૂનમ પાંડે અને તેના મેનેજર સામે કડક કાર્યવાહી જરૂરી છે જેથી કરીને કોઈ આવા ફેક ન્યૂઝ ન ફેલાવે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, 'આપણા ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આટલું સસ્તું પ્રમોશન બિલકુલ અસ્વીકાર્ય છે જે દરેક માટે ભાવનાત્મક મૂલ્યો ધરાવે છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial