Gujaratમાં શૂટિંગ કરી રહેલા Kartik Aaryanએ અમદાવાદના રસ્તાઓ પર આટલી સ્પિડમાં ચલાવી કાર, જુઓ Video
હાલના દિવસોમાં કાર્તિક આર્યન ગુજરાતમાં તેની આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું શૂટિંગ કરી રહ્યો છે.
Kartik Aaryan Car Driving Video: 2011માં આવેલી ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરનાર અભિનેતા કાર્તિક આર્યનને આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'થી સુપરસ્ટાર બનાવ્યો હતો. આજકાલ કાર્તિક આર્યન કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે. આ દરમિયાન તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કાર ચલાવતો જોવા મળી રહ્યો છે.
કાર્તિક આર્યન એક પછી એક ઘણી ફિલ્મોમાં જોવા મળવાનો છે. આ દિવસોમાં તે ગુજરાતમાં તેની આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું (Satyaprem Ki Katha) શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગની વચ્ચે, રવિવારે, કાર્તિક આર્યન અમદાવાદના રસ્તાઓ પર ડ્રાઇવિંગની મજા લેતો જોવા મળ્યો હતો. તેની સાથે ફિલ્મની ટીમના લોકો પણ કારમાં જોવા મળ્યા હતા.
અચાનક કારની સ્પીડ વધી
આ વીડિયો કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કાર્તિક કાર ચલાવી રહ્યો છે. તે જ સમયે, એક ક્ષણ એવો આવે છે જ્યારે તે અચાનક કારની સ્પીડ ખૂબ વધારી દે છે, જેના કારણે આગળની સીટ પર બેઠેલી મહિલા ટીમ મેમ્બર ડરી જાય છે અને બૂમો પાડવા લાગે છે અને કહે છે, “સુનો… સુનો… યે મેરી જીંદગી હૈ... તે જ સમયે, કાર્તિક કારની સ્પીડ ઘટાડે છે.
આ વીડિયોને શેર કરતા કાર્તિકે કેપ્શનમાં લખ્યું છે કે, "અમદાવાદ એક વાઇબ છે." કાર્તિકના આ વીડિયો પર તેના ફેન્સ ખુબ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, "તમે પણ એક વાઈબ છો." બીજાએ લખ્યું કે, અમદાવાદ સાથે કાર્તિક આર્યન ખૂબ જ ક્યૂટ છે. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે, એન્જોય એન્ડ સેફ ડ્રાઇવિંગ.
View this post on Instagram