Vicky And Katrina Honeymoon: કેટરિના કૈફ અને વિક્કી કૌશલના હનિમૂન પ્લાનનો ખુલાસો, જાણો હનિમૂન પર ક્યાં જશે કપલ?
એક રિપોર્ટ અનુસાર તેઓ લગભગ ઓછામાં ઓછા બે મહિના સુધી વેકેશન પર રહેશે. હનીમૂન પર જતા અગાઉ કેટરિના અને વિક્કી પોતાના પેન્ડિંગ વર્કને પુરા કરશે
Newlyweds Couple Vicky Kaushal And Katrina Kaif Honeymoon Plan: બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન ખૂબ ચર્ચામાં છે. હવે આ કપલે લગ્ન કરી લીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના હનીમૂનને લઇને અનેક પ્રકારની વાતો ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર વિક્કી અને કેટરિના પોતાના હનિમૂન માટે યુરોપ જશે. એટલું જ નહી પરંતુ એવું પણ કહેવામાં આવ્યુ રહ્યું છે કે આ કપલ હનીમૂન યુરોપમાં એક અથવા બે સ્થળો સુધી સિમિત નહી રહે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે વિક્કી અને કેટરિના આખા યુરોપનો પ્રવાસ કરશે.
એક રિપોર્ટ અનુસાર તેઓ લગભગ ઓછામાં ઓછા બે મહિના સુધી વેકેશન પર રહેશે. હનીમૂન પર જતા અગાઉ કેટરિના અને વિક્કી પોતાના પેન્ડિંગ વર્કને પુરા કરશે. રિપોર્ટ્સ અનુસાર આ હનિમૂનનો પ્લાન વિક્કીનો છે. લગ્ન બાદ ફેન્સ વિક્કી કૌશલ અને કેટરિના કૈફના રિસેપ્શન અને હનિમૂન પ્લાન અંગે જાણવા ખૂબ ઉત્સુક છે.યુરોપમાં લાંબું વેકેશન માણવા માટે એક્ટરે જિંદગી ના મિલેગી દોબારા, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને ચાંદની જેવી ફિલ્મોમાં જોવા મળે છે. આ બોલિવૂડની આ થીમને રિક્રિએટ કરવાનું વિક્કીનું સપનું રહ્યું છે.
નોંધનીય છે કે વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન રાજસ્થાનમાં નવ ડિસેમ્બરના રોજ યોજાયા હતા અને તેઓ છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.