શોધખોળ કરો
'આપકે આ જાને સે..' Dancing Uncleનો વધુ એક વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

નવી દિલ્હીઃ ડાન્સિગં અંક ઉર્ફ ડબ્બૂ અંકલના નામથી જાણીતા મધ્ય પ્રદેશના પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ મહિનાઓ બાદ ફરી પરત ફર્યા છે. હાલમાં જ ડાન્સિંગ અંકલનો નવો મ્યૂઝિક વીડિયો રિલીઝ થયો છે. જેમાં તે બેની દયાલ અને યૂએઈ મ્યૂઝિક કમ્પોઝર જાસિમના ગીત પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.
સંયુક્ત અરબ અમિરાતના સંગીતકાર અને નિર્માતા જસીમે ભારતીય ગાયક બેની દયાલ સાથે મળીને એક ગીત શૂટ કર્યું છે. આ ગીતને ચાચા નાચનું શિર્ષક આપ્યું છે. આજકાલ આ ગીત ચર્ચામાં આવી ગયું છે.
તમને જણાવી દઈએ કે, ડાન્સિંગનો વીડિયો વાયરલ થતા જ સંજીવ શ્રીવાસ્તવની જિંદગી એકદમ બદલાઈ ગઈ. તેમને બોલિવુડમાંથી પણ કેટલીએ ઓફરો મળી. મુંબઈમાં સંજીવ શ્રીવાસ્તવને સુનિલ શેટ્ઠી, સલમાન ખાન, માધુરી દિક્ષીત, ગોવિંદા જેવી કેટલીએ હસ્તીઓ સાથે મળવાની તક મળી હતી.
સંજીવ શ્રીવાસ્તવને આ પ્રસિદ્ધી ગ્વાલિયરમાં પોતાના સંબંધિને ત્યાં લગ્નમાં કરેલા ડાન્સના કારણે મળી હતી. આ વીડિયોને લોકોએ ખુબ પસંદ કર્યો. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર આ ડાન્સને લોકોએ ખુબ વખાણ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
