Holi 2025:મોહમ્મદ શમીની દીકરીએ રમી હોળી,મચી ગયો હોબાળો; ગુસ્સે ભરાયેલા ચાહકોએ જાણો કોની ઝાટકણી કાઢી
Mohammed Shami Daughter: ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની ભૂતપૂર્વ પત્નીને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી છે. તેમની પુત્રીનો હોળી રમતાનો ફોટો શેર કરવો તેમને ખૂબ મોંઘો પડ્યો છે.

Mohammed Shami Daughter Holi: ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું. ચેમ્પિયન ટ્રોફીમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી. હવે 14 માર્ચે, જ્યારે સમગ્ર ભારતમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો હતો, ત્યારે મોહમ્મદ શમીની પુત્રી હોળી રમતી હોય તેવી તસવીર સામે આવી છે. આ તસવીર શમીની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. શમીની પુત્રી, આયરા શમીના કપડાં રંગથી રંગાયેલા છે. પરંતુ લોકોએ હસીન જહાંને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ચાહકોએ કહ્યું કે મુસ્લિમ સમુદાયમાંથી હોવા છતાં, તેમણે રમઝાનના પવિત્ર મહિનામાં હોળીનો તહેવાર ઉજવ્યો, જે એક મોટું પાપ છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે હસીન જહાં ઘણીવાર તેની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેમણે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે તેમની પુત્રી આયરાની હોળી રમતી તસવીર શેર કરવા બદલ તેમને ભારે ટ્રોલનો સામનો કરવો પડશે. ઘણા લોકોએ કોમેન્ટ બોક્ષમાં હસીન જહાં માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો, જ્યારે કોઈએ કહ્યું કે કમનસીબે આપણા સમાજમાં આવા લોકો પણ છે. એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું કે હસીન જહાં મુસ્લિમ છે કે નહીં.
લોકોએ હદ પાર કરી
હસીન જહાંને ટ્રોલ કરતી ટિપ્પણીઓ અહીં જ અટકી ન હતી. એક વ્યક્તિએ તો મોહમ્મદ શમીની પત્નીને 'અજ્ઞાની મહિલા' પણ કહી દીધી. આ વ્યક્તિએ કહ્યું કે રમઝાન મહિનામાં આવું કરવામાં તેને શરમ નથી આવતી. તેણે અન્ય લોકોને હસીન જહાંને બ્લોક કરવા પણ વિનંતી કરી.
મોહમ્મદ શમી અને હસીન જહાં અલગ થઈ ગયા છે
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 2014 માં હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને માત્ર 4 વર્ષ થયા હતા ત્યારે 2018 માં, શમી વિરુદ્ધ ઘરેલુ હિંસા, છેડતી, ઝેર આપવાનો પ્રયાસ અને હત્યાના કાવતરાના આરોપસર FIR દાખલ કરવામાં આવી હતી. હસીન જહાંએ તો એવો પણ દાવો કર્યો હતો કે શમીના અન્ય મહિલાઓ સાથે સંબંધો હતા, જોકે શમીએ આ બધા આરોપોને નકારી કાઢ્યા હતા. ત્યારથી બંને વચ્ચે અંતર વધવા લાગ્યું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
