વિક્કી-કેટરીના હવે જે ઘરમાં રહેવા જવાના છે તે ઘરનો વીડિયો વાયરલ, દરિયાની એકદમ છે સામે, જુઓ વીડિયો
રિપોર્ટ છે કે, વિક્કી અને કેટરીના જે નવા ઘરમાં રહેવા જવાના છે, તે મુંબઇમાં જુહુ એરિયામાં છે, અને એકદમ સી ફેસિંગ લૂક વાળુ છે
Vicky Kaushal And Katrina Kaif New Home Video: વિક્કી કૌશલ અને કેટરીના કૈફ (Vicky Kaushal And Katrina Kiaf) આજકાલ પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે. આ કપલે 9મી ડિસેમ્બરે સાત ફેરા ફરી લીધા છે. જોકે, હજુ કપલે મીડિયાથી દુરી બનાવી રાખી છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો વિક્કી અને કેટરીના કૈફ હવે હનીમૂન પર નહીં જાય, પહેલા પોતાના વર્ક કમિટમેન્ટ્સને પુરુ કરશે. ખબર એવી પણ છે કે આ ન્યૂલી કપલ મુંબઇ પહોંચી ચૂક્યુ છે, અને હવે થોડાક દિવસોમાં વિક્કી અને કેટરીના નવા ઘરમાં શિફ્ટ થવાના છે.
રિપોર્ટ છે કે, વિક્કી અને કેટરીના જે નવા ઘરમાં રહેવા જવાના છે, તે મુંબઇમાં જુહુ એરિયામાં છે, અને એકદમ સી ફેસિંગ લૂક વાળુ છે. આ એપાર્ટમેન્ટની અટકળો વચ્ચે હવે તેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. સેલિબ્રેટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર વિક્કી અને કેટરીનાના એપોર્ટમેન્ટની બહારની એક ઝલક શેર કરી છે, જ્યાંથી સમુદ્રનો ખુબજ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. એપાર્ટમેન્ટની બહાર વાદળી રંગના પડદા લગાવેલા દેખાઇ રહ્યાં છે.કહેવાઇ રહ્યું છે કે મોડી રાત સુધી અહીં કન્ટ્રક્શનનુ કામ થયુ છે જેનાથી ન્યૂલી વેડ્સના આવ્યા પહેલા તમામ કામો પુરા થઇ જાય.
View this post on Instagram
વિરાટ અનુષ્કાના પાડોશી બનશે ન્યૂલી વેડ્સ કપલ-
કેટરીના કૈફ અને વિક્કી કૌશલ હવે સ્ટાર કપલ એટલે કે ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના પાડોશી બની રહ્યાં છે, વિરાટ અને અનુષ્કા અહીં રહે છે. જે બિલ્ડિંગમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રહે છે, તે જ બિલ્ડિંગમાં કેટરીના-વિક્કી રહેશે, અને વિક્કીએ અહીં કરોડોનો ફ્લેટ ખરીદી લીધો છે. ખાસ વાત છે કે, મુંબઇ જુહુની આ આલિશાન બિલ્ડિંગમાં વિરાટ અને અનુષ્કાના 2 ફ્લૉર છે, અને વિક્કી કૌશલે 8મા માળે એક શાનદાર કરોડોનો ફ્લેટ ભાડે લીધો છે. આ એપાર્ટમેન્ટ આગામી 60 મહિનામાં એટલે કે 5 વર્ષ સુધી વિક્કી કૌશલના નામે રહેશે, જેના માટે એક્ટરે કરોડોની કિંમત ચૂકવી છે.
આ પણ વાંચો
UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?