શોધખોળ કરો
ભારતમાં જન્મેલા વ્યક્તિએ કરી હતી ATMની શોધ, જાણો ATMનું A To Z
1/4

ચોંકાવનારી વાત એ છે કે ATMના વિકાસમાં એન્જિનિયર ડે લા રૂઇનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તમને જાણીને આશ્વર્ય થશે કે જૉન શેપર્ડનો જન્મ 23 જૂન,1925ના રોજ બ્રિટિશ શાસિત ભારતમાં થયો હતો. તેઓ પૂર્વોત્તર રાજ્ય અસમના શિલાંગ અને હાલના મેઘાલયના શિલાંગમાં જન્મ્યા હતા. તેના સ્કોટિશ પિતા વિલફ્રિડ બેરન ચીફ એન્જિનિયર હતા. જોને જ એટીએમનો પિન નંબર શોધ્યો હતો. તેનો પ્રયોગ 27 જૂન, 1967માં લંડનમાં બાર્કેલે બેન્કે કર્યો હતો. જૉનનું મૃત્યુ 15,મે 2010ના રોજ થયુ હતું.
2/4

કેટલાક દાવા પ્રમાણે, ATMનો સૌ પ્રથમ ઉપયોગ 1962માં સિટી બેન્ક ઓફ ન્યૂયોર્કે પોતાના ગ્રાહકો માટે કર્યો હતો. જોકે, ત્યારે લોકોને ATM પસંદ આવ્યું નહોતું. આ કારણે છ મહિના બાદ તેને હટાવી દેવામાં આવ્યુ હતું. ત્યારબાદ ટોક્યો,જાપાનમાં 1966માં ATMનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. યુરોપમાં સૌ પ્રથમ લંડનમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ATM મશીનના શોધનો શ્રેય જૉન શેફર્ડ બેરનને જાય છે. ભારતમાં સૌ પ્રથમ એટીએમનો પ્રયોગ 1987માં હોંગકોંગ એન્ડ શાંઘાઇ બેન્કિંગ કોર્પોરેશન બેન્કે મુંબઇમાં કર્યો હતો.
Published at : 19 Nov 2016 02:42 PM (IST)
View More





















