શોધખોળ કરો

Obesity Causes: વધતી ઉંમર સાથે સ્ત્રીઓનું વજન કેમ વધે છે? શું છે તેનું કારણ?

ઘણીવાર એવું માનવામાં આવે છે કે મહિલાઓની ઉંમર સાથે તેમનામાં સ્થૂળતા પણ વધવા લાગે છે, તો ચાલો આજે જાણીએ આ પાછળનું કારણ શું હોઈ શકે?

Obesity Causes In Women: સ્થૂળતાને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં એક ગંભીર સમસ્યા તરીકે જોવામાં આવે છે. જ્યારે શારીરિક પ્રવૃત્તિ ન હોય ત્યારે સ્થૂળતા વધુ ગંભીર સમસ્યા બની જાય છે. સ્થૂળતા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. કેટલીક છોકરીઓ બાળપણમાં જ જાડી થવા લાગે છે. આની પાછળનો તર્ક આનુવંશિક છે. તો કેટલીક છોકરીઓ વધતી ઉંમર સાથે જાડી થવા લાગે છે. સામાન્ય રીતે દરેક ઘરમાં વૃદ્ધ મહિલાઓ જાડી હોય છે. તેની પાછળ ડોક્ટરો અલગ-અલગ તર્ક આપે છે. સ્ત્રીઓ ઘણા કારણોસર ઉંમર સાથે જાડી થાય છે. આવો જાણીએ તેની પાછળના કારણો.

શું તે એક રોગ તો નથી ને?
જો તમે સ્ત્રી છો અને અચાનક વજન વધી રહ્યું છે, તો તે કોઈ બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. PCOD અથવા PCOSની સમસ્યાને કારણે મહિલાઓનું વજન વધવા લાગે છે. આ સિવાય થાઈરોઈડ, ડિપ્રેશન, ચિંતા કે આંતરડા સંબંધિત સમસ્યાઓના કારણે પણ મહિલાઓનું વજન વધી શકે છે.

વધુ સમય સુધી બેસી રહેવું
મહિલાઓ વધુ ડેસ્ક જોબ કરે છે. તે બેસીને ઘરના કામ પણ કરે છે. મહિલાઓનો સમય ટીવી જોવામાં અને અને બેસીને વાતો કરવામાં અને સૂવામાં પસાર થાય છે. તેથી જ સ્થૂળતા તેમને ઘેરી લે છે.

ઓછી ઊંઘ લેવી
વર્કિંગ વુમન પર પુરૂષોની સરખામણીએ બમણી જવાબદારી હોય છે. નંબર વન તે કૌટુંબિક જવાબદારીઓ ઉપાડે છે. બાળકોની સંભાળ રાખવી, પતિ માટે ટિફિન તૈયાર કરવું વગેરે કાર્યો કરે છે. આવી સ્થિતિમાં મહિલાઓને ભાગ્યે જ ઊંઘ આવે છે. જ્યારે ઓછી ઊંઘ આવે છે ત્યારે મહિલાઓનું વજન ઝડપથી વધવા લાગે છે.

શરીરમાં પાણીનો ઘટાડો થવો
ડિહાઈડ્રેશન પણ વજન વધવાનું કારણ હોઈ શકે છે. મહિલાઓ પાણી ઓછું પીવે છે. જેના કારણે પાણીની અછત સર્જાઈ છે. થાક યથાવત રહે છે. હંમેશા ભૂખ લાગે છે. વધુ ખાવાથી વજન વધે છે. 

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આવનારા 12 વર્ષમાં માણસ પર મેદસ્વીતા અને કુપોષણનો ડબલ એટેક થશે, જાણો શું છે કારણ

વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા 12 વર્ષોમાં દુનિયાની લગભગ અડધી વસ્તી એટલે કે 51 ટકા લોકો મેદસ્વીતાનો શિકાર થશે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ સમસ્યા મોટાભાગે ઓછી આવક ધરાવતા દેશોમાં વધશે અને તેની ચપેટમાં આવનારા લોકોમાં સૌથી વધુ સંખ્યા બાળકોની હશે. રિપોર્ટ મુજબ વર્ષ 2020ની તુલનામાં 2035 સુધી સ્થૂળતાથી પરેશાન બાળકોની સંખ્યા લગભગ બમણી થઈ જશે. એટલે કે આગામી 15 વર્ષમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 20.8 કરોડ છોકરા અને લગભગ 17.5 કરોડ છોકરીઓ મેદસ્વી થઈ જશે.

આ ડેટાનું વિશ્લેષણ કરતાં વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના પ્રેસિડેન્ટ લુઈઝે બાવર કહે છે કે તમામ દેશોની સરકારોએ શક્ય તેટલી વહેલી તકે કેટલાક જરૂરી પગલાં લેવા પડશે જેથી કરીને સ્થિતિ વધુ ખરાબ ન થાય. દેશની સરકારોએ યુવા પેઢીના સ્વાસ્થ્યની સાથે-સાથે સામાજિક અને આર્થિક બોઝને ટાળવા માટે અત્યારથી જ દરેક સંભવ કોશિશ કરવી પડશે.

તેમણે કહ્યું કે રિપોર્ટમાં સૌથી ચિંતાજનક ઘટસ્ફોટ એ છે કે બાળકો અને કિશોરોમાં સ્થૂળતાનો દર સૌથી ઝડપથી વધી રહ્યો છે.

શું છે વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન

વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન એક એવુ સંગઠન છે જે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને અલગ-અલગ વૈશ્વિક એજન્સીઓ સાથે મળી સ્થૂળતા પર કામ કરે છે. યુકેમાં તેના સભ્યોમાં એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ઓબેસિટીનો સમાવેશ થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂરShare Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલAhmedabad Crime : અમદાવાદમાં દારૂના નશામાં નબીરાની ગુંડાગીરી, પથ્થર લઈ લોકો સાથે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
આટલા વર્ષોમાં યુરોપના આ આઠ દેશોમાં વધી જશે મુસ્લિમોની વસ્તી, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
આટલા વર્ષોમાં યુરોપના આ આઠ દેશોમાં વધી જશે મુસ્લિમોની વસ્તી, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના કરવી આ ભૂલો, આંખોની રોશની થઇ શકે છે ઓછી
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના કરવી આ ભૂલો, આંખોની રોશની થઇ શકે છે ઓછી
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
Embed widget