Swineflu Case: રાજ્યમાં સ્વાઈનફ્લૂના વધ્યાં કેસ, આ શરીરમાં લક્ષણો અનુભવાય તો ચેતી જજો
કોરોના બાદ રાજયમાં વધતા જતાં સ્વાઇન ફ્લુના કેસે ચિંતા વધારી છે. છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.
Swineflu Case: ગરમીની શરૂઆત થતાં જ રોગચાળો પણ વકર્યો છે. માર્ચ મહિનાના 25 દિવસમાં જ સ્વાઈનફ્લૂના 380 કેસ નોંધાયા છે. સ્વાઈનફ્લૂના કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. ગુજરાતમાં સ્વાઈનફ્લુએ હાલ કાળો કેર વર્તાવ્યો છે. સ્વાઇન ફ્લૂના ત્રણ જ મહિનામાં 360 કેસ નોંધાયા છે. જેમાંથી 15 લોકોના મોત નિપજ્યાં છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસ સૌથી વધારે નોંધાયા...અચાનક સ્વાઈફ્લુના દર્દી વધતા આરોગ્ય વિભાગ ચિંતામાંમાં વધારો થયો છે.
શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં રોગચાળોએ પણ માજા મૂકી છે. અમદાવાદના સોલા સિવિલમાં બે સપ્તાહમાં વાઈરલ ઈન્ફેક્શનના ત્રણ હજાર 20 કેસ નોંધાયા છે. બાળકોમાં પણ શરદી-તાવના કેસ વધારો થયો છે. ખાંસી લાંબો સમય સુધી મટતી ન હોવાની ફરિયાદ વધુ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, સ્વાઈફ્લુ, ઝાડા ઉલટી, તાવ-ઉધરસ સહિતના કેસમાં રાજ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે વધુ ખતરનાક બને છે.
સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે. આ એક શ્વસન ચેપી રોગ છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ રોગ ડુક્કરમાં જોવા મળતા ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેનના કારણે થાય છે. આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. તે જ સમયે, ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે ખતરનાક છે. જોકે સ્વાઈન ફ્લૂના દર્દીઓની પ્રાથમિક કક્ષાએ સારવાર શક્ય છે. જો બેદરકારી રાખવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. આ માટે જો સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
સ્વાઇન ફૂલના લક્ષણો
તાવ, માથામાં દુખાવો, કફ - થાક અને નબળાઈ - શરીરમાં તીવ્ર દુખાવો -હાંફ ચઢવો, ગળામાં ખરાશ, ઉલટી, પેશાબ વધુ થવો,
સ્વાઇન ફ્લૂ ઉપાય
પુષ્કળ પાણી પીવો
ઉલ્ટી, ઝાડા, વારંવાર પેશાબ વગેરે સ્વાઈન ફ્લૂના લક્ષણો છે. જેના કારણે શરીરમાં પાણીની કમી થવા લાગે છે. આ માટે પુષ્કળ પાણી પીવો. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. સાથે જ શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળી જાય છે.
હળદરવાળું દૂધ પીવો
હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે, જે શરદી, ઉધરસ અને ચેપને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. ડૉક્ટરની સલાહ લીધા પછી દિવસમાં બે વાર હળદરવાળું દૂધ પીવો. આ માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચપટી હળદર ભેળવીને તેનું સેવન કરો. આનાથી સ્વાઈન ફ્લૂના ચેપનું જોખમ ઘટે છે. હળદરના દૂધમાં સૂંઠ પણ ઉમેરી શકો છો.
આમળા ખાઓ
આમળામાં વિટામિન સી ભરપૂર છે. જે આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લુ સહિત અન્ય રોગોનું જોખમ પણ ઘટે છે. આ માટે રોજ આમળાનું સેવન અવશ્ય કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )