(Source: ECI/ABP News/ABP Majha)
Fig For Health:શરીર માટે આ કારણે ફાયદાકારક છે અંજીર? બેલી ફેટ ઘટાડવા માટે આ રીતે કરો સેવન
Fig For Health: અંજીર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. અંજીર વજન ઘટાડવામાં મદદ કરે છે. તે ફાઈબરથી ભરપૂર છે અને મેટાબોલિઝમ સુધારે છે
Fig For Health: અંજીર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. અંજીર વજન ઘટાડવામાં મદદ કરે છે. તે ફાઈબરથી ભરપૂર છે અને મેટાબોલિઝમ સુધારે છે
મોટાભાગના લોકો કાજુ-બદામ ખાય છે, પરંતુ અંજીર બહુ ઓછા લોકો ખાય છે. અંજીર એક હેલ્ધી અને ટેસ્ટી ડ્રાય ફ્રુટ છે. અંજીરમાં આવા ઘણા પોષક તત્વો છે જે મેદસ્વીતા ઘટાડે છે. જે લોકો પોતાના આહારમાં અંજીરનો સમાવેશ કરે છે. તેઓને વજન ઘટાડવાનું સરળ લાગે છે. અંજીર ખાવાથી પેટની ચરબી ઓછી થાય છે. અંજીરના સેવનથી પાચનતંત્ર સુધરે છે અને હાડકાં મજબૂત થાય છે. અંજીરમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અંજીર કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ જેવા ખનિજોનો સારો સ્ત્રોત છે. અંજીરમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. જે શરીરને એનર્જી આપે છે. સ્ટેમિના વધારવા માટે અંજીરનું સેવન ફાયદાકારક છે.
કેવી રીતે અને કેટલી માત્રામાં અંજીર ખાવું
આપને દિવસમાં 2-3 અંજીર ખાવા જોઈએ. શિયાળામાં તમે તેને આ રીતે સુકવીને ખાઈ શકો છો, પરંતુ ઉનાળામાં અંજીરને પાણીમાં પલાળીને ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને તાજા અંજીર મળે તો તમે તેને આ રીતે ખાઈ શકો છો. જો કે, અંજીર ખાવાની સાચી રીત એ છે કે અંજીરને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ. આનાથી તમને અંજીરનો પૂરો ફાયદો મળશે.
અંજીર ખાવાના ફાયદા
1- અંજીર ખાવાથી મેટાબોલિઝમ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ મેટાબોલિઝમ સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
2- અંજીરમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
3- અંજીર ફાઈબરનો સારો સ્ત્રોત છે, જેના કારણે તમારું પેટ ફિટ રહે છે અને વજન ઓછું રહે છે. આ શરીરને ડિટોક્સિફાય કરે છે.
4-અંજીરમાં ફિસિન નામનું એન્ઝાઇમ હોય છે, જે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. તેનાથી પેટની ચરબી ઓછી થાય છે.
5- અંજીરમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે જે તમારા હૃદયને સ્વસ્થ બનાવે છે.
6- ડાયાબિટીસના દર્દીઓ મીઠાઈ ખાવા માટે અંજીરનું સેવન કરી શકે છે
Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )